યુક્રેનના રસ્તા પર યમરાજ બની રશિયન ટેન્ક, રૂંવાડા ઉભા કરતો વીડિયો

રશિયન સેનાએ ક્રુઝ મિસાઈલ વડે યુક્રેનના સૈન્ય મથકો પર હુમલો કર્યો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવે શનિવારે જણાવ્યું હતું કે સેનાએ લાંબા અંતરની કાલિબ્ર ક્રુઝ મિસાઇલો વડે યુક્રેનના અનેક સૈન્ય સ્થાપનો પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં, આ હુમલામાં રહેણાંક મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.

યુક્રેનની રાજધાની કિવ પર રશિયન હુમલાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે, જેના પરથી ત્યાંની ભયાનક સ્થિતિનો સરળતાથી અંદાજ લગાવી શકાય છે. આવો જ એક વીડિયો બ્રિટિશ રાજનેતા હેનરી બોલ્ટને શેર કર્યો છે. આ વીડિયો દ્વારા તેણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પણ નિશાન સાધ્યું છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રશિયન સેનાનું સશસ્ત્ર વાહન રસ્તા પરથી જતી કારને ખરાબ રીતે કચડી નાખે છે. બ્રિટીશ આર્મીમાં ફરજ બજાવતા બોલ્ટને ટ્વિટ કર્યું: “પુટિન, શું આ રશિયન સૈન્યનો યુક્રેનિયન લોકોને મુક્ત કરવાનો વિચાર છે? સત્ય એ છે કે તમે લોકો વિશે ધ્યાન આપતા નથી; યુક્રેનિયન, રશિયન અથવા તેમના સૈનિકોના જીવન પણ નહીં. તમે ફક્ત રશિયન સામ્રાજ્યના પુનઃનિર્માણની તમારી ઉન્મત્ત વિચારધારાની કાળજી લો છો.”

રશિયાએ યુક્રેનના 821 સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે
24 ફેબ્રુઆરીએ રશિયાના આક્રમણની શરૂઆતથી, સૈન્યએ યુક્રેનમાં 821 લશ્કરી થાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં 14 હવાઈ મથકો અને 19 લશ્કરી કમાન્ડ સેન્ટરનો સમાવેશ થાય છે. આ સાથે 24 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, 48 રડાર, સાત યુદ્ધ વિમાન, સાત હેલિકોપ્ટર, નવ ડ્રોન, 87 ટેન્ક અને આઠ સૈન્ય જહાજોનો નાશ કરવામાં આવ્યો છે.

કોનાશેન્કોવે જણાવ્યું ન હતું કે કેટલા યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા હતા અને રશિયન બાજુએ કોઈ જાનહાનિનો ઉલ્લેખ કર્યો ન હતો. યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે તેની સેનાએ હજારો રશિયન સૈનિકોને મારી નાખ્યા છે. બંનેમાંથી કોઈ એક દેશનો દાવો સ્વતંત્ર રીતે ચકાસી શકાયો નથી.

કોનાશેન્કોવે દાવો કર્યો હતો કે રશિયન દળોએ એઝોવ સમુદ્ર કિનારેથી લગભગ 35 કિલોમીટર દૂર દક્ષિણી શહેર મેલિટોપોલ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે અને કહ્યું કે રશિયન સમર્થિત અલગતાવાદીઓએ ડોનબાસના પૂર્વ વિસ્તારમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

Scroll to Top