રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આ કૂતરો બન્યો હીરો, આ રીતે બચાવ્યા સેંકડો લોકોના જીવ

રશિયાના હુમલા વચ્ચે યુક્રેનમાં એક સર્વિસ ડોગ હીરો બની ગયો છે. બધે એક જ વાત છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે પણ એક નિવેદન બહાર પાડી આ કૂતરાના વખાણ કર્યા છે અને સેંકડો જીવ બચાવવા બદલ તેનો આભાર માન્યો છે. ખરેખરમાં પેટ્રોન નામનો આ કૂતરો યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસ સાથે સંકળાયેલો છે.

સેંકડો જીવ બચાવ્યા

મીડિયા અહેવાલો અનુસાર યુક્રેનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે પેટ્રોને અત્યાર સુધીમાં રશિયન સૈનિકો દ્વારા લગાવવામાં આવેલા 150 થી વધુ વિસ્ફોટક ઉપકરણોને શોધી કાઢ્યા છે, જેના કારણે સેંકડો લોકોના જીવ બચાવી શકાયા છે. તેમનું કહેવું છે કે જો પેટ્રોન આવું ન કરે તો યુક્રેનને મોટાપાયે નુકસાન થયું હોત.

યુદ્ધની શરૂઆતથી અમેઝિંગ પ્રદર્શન

સોમવારે વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલ એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોન એ એક સર્વિસ ડોગ છે જે યુક્રેનિયન શહેર ચેર્નિહિવ નજીક વિસ્ફોટક ઉપકરણોને શોધવા અને તેને નિષ્ક્રિય કરવા માટે જવાબદાર ટીમ સાથે કામ કરે છે. ટ્વીટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, પેટ્રિઓનએ રશિયન હુમલાની શરૂઆતથી અત્યાર સુધીમાં 150 થી વધુ વિસ્ફોટક ઉપકરણો શોધી કાઢ્યા છે. યુક્રેન શહેરને સુરક્ષિત બનાવવા બદલ અમે પેટ્રોનનો આભાર માનીએ છીએ.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @patron_dsns હેઠળ સોશિયલ મીડિયા પર પેટ્રનના ઘણા વીડિયો શેર કરવામાં આવ્યા છે, જે વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં તે ડ્યુટી બજાવતો બતાવવામાં આવ્યો છે. પેટ્રોન બે વર્ષનો છે અને તે જેક રસેલ ટેરિયર જાતિનો કૂતરો છે. યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસ (એસઇએસ)ની ચેર્નિહાઇવ શાખાના આ સભ્ય યુક્રેન ઉપરાંત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા છે.

ડોગની વાર્તા પર ફિલ્મ બનશે

અગાઉ સેન્ટર ફોર સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ એન્ડ ઇન્ફોર્મેશન સિક્યોરિટીએ પણ પેટ્રોન ઓન ડ્યુટીનો વીડિયો શેર કરીને કહ્યું હતું કે એક દિવસ તેની વાર્તા પર ફિલ્મ બનાવવામાં આવશે. “એક દિવસ પેટ્રોનની વાર્તા મોટા પડદા પર બતાવવામાં આવશે, પરંતુ હાલ માટે તે નિષ્ઠાપૂર્વક તેની વ્યાવસાયિક ફરજો નિભાવી રહ્યો છે.”

Scroll to Top