Video: ધ્રૂસકે ધ્રુસકે રડ્યો રશિયાનો સૈનિક, જાણીને તમારી આંખોમાં પણ આવી જશે આંસુ

જ્યાં યુક્રેન-રશિયા યુદ્ધે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર યુદ્ધના ફોટા અને વીડિયો સતત ટ્રેન્ડ કરી રહ્યાં છે. આવા જ રડતા રશિયન સૈનિકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રશિયન સૈનિક કેમ રડ્યો?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક રશિયન સૈનિક ધ્રૂસકે ધ્રુસકે રડતો જોઈ શકાય છે. જ્યારે ત્યાં હાજર યુક્રેનિયને તે રશિયન સૈનિકની માતાને તેના સ્વાસ્થ્ય વિશે જણાવવા માટે ફોન કર્યો, ત્યારે સૈનિક ભાવનાત્મક રીતે તૂટી ગયો. સંપૂર્ણ વાર્તા જાણતા પહેલા, તમારે આ વાયરલ વિડિયો જરૂર જોવો…

શું છે સમગ્ર મામલો?
ખરેખરમાં આ અનવેરિફાઇડ વીડિયો માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે સરેન્ડર કર્યા પછી રશિયન સૈનિક યુક્રેનના કેટલાક લોકો દ્વારા ઘેરાયેલો છે અને ચા સાથે પેસ્ટ્રી ખાઈ રહ્યો છે. ‘ધ મિરર’ના અહેવાલ મુજબ, તેની બાજુમાં ઉભેલી એક મહિલાએ સૈનિકની માતાને વીડિયો કોલ કર્યો, જે પછી સૈનિકની ભાવનાત્મક પ્રતિક્રિયા યુદ્ધમાં આશાનું એક નાનું કિરણ આપે છે.

હૃદય સ્પર્શી વિડિયો
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અનુસાર, આ વીડિયો મદદ અને કરુણાનું મહત્વ દર્શાવે છે. આ સિવાય કેટલાક યુઝર્સનું કહેવું છે કે વીડિયોમાં રશિયન સૈનિકને ખાતા જોઈને લાગે છે કે તેણે ઘણા દિવસોથી કંઈ ખાધું નથી.

Scroll to Top