આજનો યુગ ખુબ જ ખરાબ થઈ ગયો છે.દિવસે ને દિવસે બળાત્કાર અને રેપ કેસ ના કિસ્સાઓ વધતા જાય છે.પરંતુ સરકાર કોઈ પગલું ઉઠાવતી નથી.સરકાર પણ હાથ પર હાથ ધરીને બેઠી છે.તેવામાં ફરી એક દુષ્કર્મ નો કિસ્સો સામે આવ્યો છે.આ કિસ્સો મૂળ યાત્રાધામ અંબાજી નો છે.
અંબાજીના હવસખોર શિક્ષકો એ હેવાનીયતની હદ પાર કરી વિદ્યાર્થીની પર દુષ્કાર્મ આચર્યું છે.યાત્રાધામ અંબાજી ખાતે આવેલી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં અભ્યાસ તથા સંગીત શીખવા સારુ રહેતી વિદ્યાર્થિની યુવતી પર દુષ્કર્મ આચરાયું હોવાના આક્ષેપ સાથે અંબાજી પોલીસ મથકે વિધિસરની ફરિયાદ નોંધાતા અંબાજી પોલીસે તપાસ આરંભી છે.
અંબાજી ખાતે આવેલી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં અભ્યાસ તથા સંગીત શીખવા માટે રહેતી એક કિશોરી પર શાળાના જ બે શિક્ષકો દ્વારા અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા પ્રજામાં રોષની લાગણી સાથે નરાધમો સામે સખતમાં સખત પગલાં ભરવા માગ ઊઠવા પામી છે.અને આ હવસખોર શિક્ષકો પર કડક કાર્યવાહી કરવાની લોકો મંગા કરી રહ્યા છે અને તેની સામે કડક પગલાં ઉઠાવી રહ્યા છે.
આ ઉપરાંત તમને આ કિસ્સા વિશે વધુ જણાવીએ તો,જાણવા મળતી બનાવની માહિતી મુજબ પંદર વર્ષીય પ્રજ્ઞાચક્ષુ બાળકીને અંબાજી ખાતે આવેલી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં મૂકવામાં આવી હતી અને તે વિકલાંગ વિકાસ ટ્રસ્ટમાં રહેતી હતી.અને અહીંની હોસ્ટેલમાં જ અભ્યાસ કરતી હતી.
જે દરમિયાન છેલ્લા ત્રણ માસમાં સંસ્થાના નરાધમ શિક્ષકો જયંતી વિરસિંહ ઠાકોર, ચમન ધુળા ઠાકોર અવારનવાર તેણી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.અને વિદ્યાર્થીનીની હાલત ગંભીર કરી નાખી હતી.આ બાબતની જાણ પરિવારજનોને થતાં તેમણે અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસ કર્મચારીઓ ને હવસખોર શિક્ષકો સામે પગલાં ઉઠાવવાની માંગ કરી હતી.
આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ એ નરાધમ શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરી છે.અને તેમને કડક સજા આપવાની વાત કરી છે.અને અંબાજી પોલીસે બે ઇસમો વિરુદ્ધ આઈપીસી 376 તથા પોસ્કો એક્ટ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અને તેમના વિશે વધુ જાણકારી માટે પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે.
ગૃહમાતા વિના ચાલતી હતી પ્રજ્ઞાચક્ષુ હોસ્ટેલ આ ઉપરાંત આ મામલે વધુ જાણકારી પ્રાપ્ત કરતા જણાવ્યું પડ્યું હતું કે આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયમાં કોઈ ગૃહમતા રહેતી ન હતી.યાત્રાધામ અંબાજીમાં દાંતા રોડ પર ચાલતી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ બાળકો રહેતા હોવા છતાં તથા બાળકીઓ પણ અહીં રહેતી હોવા છતાં આ સંસ્થા છેલ્લા એક દોઢ માસથી ગૃહમાતા વિના જ ચાલતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.ગૃહમાતા છેલ્લા દોઢ માસથી રજા પર હોઈ વિદ્યાર્થિનીઓ ગૃહમાતા વિના જ ત્યાં રહેતી હોવાનું બહાર આવવા પામ્યું છે. આમ પોલીસ કર્મચારીઓ ની સંપૂર્ણ શોધખોળ બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી.