અમદાવાદના આ વિસ્તારોમાં બપોરે 3 વાગ્યા પછી દુકાનો બંધ, વેપારીઓએ કોરોનાની ચેઈન તોડલા લીધો મહત્વનો નિર્ણય

કોરોનાના કેસ હવે દિવસેને દિવસે વધી રહ્યા છે જેના કારણે લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે અમદાવાદ જેવા શહેરોમાં રોજના 3000 કરતા પણ વધારે કેસ નોંધાઈ રહ્યા છે જેના કારણે મોટા ભાગના લોકોને તો એવું લાગી રહ્યું છે કે લોકડાઉન ગમે ત્યારે થઈ શકે છે પરંતુ હવે આ મામલે ભાજપના નેતાઓ અને કોર્પોરેટરો હવે સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે.

અમદાવાદ શેહરમાં સાબરમતી, ન્યુ રાણીપ, સરદારનગર, કુબેરનગર અને નરોડા વિસ્તારમાં બપોરે 3 વાગ્યા બાદ વેપારીઓએ સ્વૈચ્છિક ધંધો બંધ રાકા માટેનો નિર્ણય લીધો છે આ બધાજ વિસ્તારોમાં માત્ર દવાની દુકાનો ચાલુ જોવા મળશે પરંતુ અમુક દુકાનદારોએ આનો વિરોધ પણ કર્યો હતો સાથેજ તેમણે એવું કહ્યું હતું કે સરકાર આદેશ આપે તો બંધનું પાલન તેઓ કરશે.

જોકે લોકડાઉનનો આ નિર્ણય લીધા બાદ આજે અમદાવાદના આ વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા અહીયા દૂધની દુકાનો અને રેસ્ટોરેન્ટો પણ બંધ જોવા મળી હતી માત્ર આ વિસ્તારોમાં દવાની દુકાનો અને લેબોરેટરી ચાલુ હતી જોકે લોકોએ પણ આ સ્વૈચ્છિક લોકડાઉનને આવકાર્યું હતું સાથેજ રોડ રસ્તા ઉપર પણ લોકો ઓછા જોવા મળ્યા હતા.

સંક્રમણ વધી જવાને કારણે સાબરમતી વિસ્તારમાં વેપારીઓએ બપોરના ત્રણ વાગ્યા બાદ દુકાનો બંધ કરી દીધી હતી આ મામેલ સ્થાનિક કાઉન્સલરે વેપારીઓ સાથે બેઠક કરી હતી બાદમાં બધાએ દુકાનો બંધ રાખવા માટેનો નિર્ણય લીઘો હતો આ બેઠકમાં વેપારીઓ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે તેઓ 30 એપ્રિલ સુધી સાબરમતીમાં દુકાનો બંધ રાખશે જોકે દવાની દુકાનો ચાલું રહેશે.

વધતા સંક્રમણને કારણે પહેલાથી લોકોમાં ભયનો માહોલ છે જેના કારણે લોકો હવે ઘરની બહાર પણ નીકલથા ડરી રહ્યા છે અમદાવાદમાં સંક્રમણને રોકવા માટે એએમટીએસ અને બીઆરટીએસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે જેથી સંક્રમણને ફેલાતું રોકી શકાય પરંતુ દિવસેને દિવસે સંક્રમણ રોકોવાની જગ્યાએ વધારે ફેલાતું જાય છે જેના કારણે લોકોની ચીંતા વધી ગઈ છે.

ઉલ્લેખનીય છે હાલ કોરોનાની વકરતી સ્થિતીની સામે હોસ્પિટલમાં બેડ પણ ફુલ થઈ ગયા છે રાજ્યસરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે લોકડાઉનની જરૂર નથી પરંતુ સંક્રમણની ચેઈન તોડવા માટે લોકડાઉન કરવું હવે જરૂરી બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જેથી વેપારીઓ દ્વારા હવે સામેથીજ સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવી રહ્યું છે.

Scroll to Top