રાજ્યમાં ચકચાર મચાવનાર મહેંદી ઉર્ફે હિના પેથાણી મર્ડર કેસમાં તેના પ્રેમી સચિનની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હવે પરિવારથી અલગ રહેતી હિનાના મોત અને સચિન જેલમાં હોવાથી તરછોડાયેલા રાજ (નામ બદલ્યું છે) ના ભવિષ્ય અંગે સવાલ ઉભા થઈ ગા હતા. હવે આ બાબતમાં એક નવો વળાંક સામે આવ્યો છે. સચિનના પિતા તેના દીકરાના દીકરાનો કબજો લેવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. હાલ આ બાળક ઓઢવના બાળસંરક્ષણ ગૃહમાં રહેલું છે.
જ્યારે ગાંધીનગરમાં આવેલા પેથાપુર ગૌશાળા પાસેથી માસૂમ બાળક મળી આવ્યાની દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવતા સચિન દીક્ષિતને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ સચિન દ્વારા કબુલવામાં આવ્યું હતું કે, તેને જ રાજને પેથાપુરમાં તરછોડ્યો હતો અને ત્યાર બાદ તે પોતાના પરિવાર સાથે રાજસ્થાન ચાલ્યો ગો હતો.
ત્યાર બાદ આ કેસમાં તપાસ કરવામાં આવતા પોલીસને જાણવા મળ્યું કે, સચિન પરિણીત પુરુષ છે અને બાળકની માતા હિના પેથાણી તેની પ્રેમિકા રહેલી છે અને તેને પણ તે પત્ની તરીકે જ રાખી રહ્યો છે, તેમ છતાં સાથે ન રહેવાના ઝઘડાના કારણે સચિને પ્રેમિકા હિના પેથાણીની હત્યા કરી નાખી હતી અને તે બન્નેથી થયેલા બાળકને લઈને ગાંધીનગર મુકાયો હતો. અહીં આવતા સમયે તેને પોતાના દીકરાને પણ મારી નાખવાનો વિચાર આવ્યો હતો. તેમ છતાં તેની માસૂમિયત જોઈને આ વિચાર બદલાઈ ગયો અને તેને દીકરાને તરછોડવાનો વિચાર કર્યો અને તેને પેથાપુરમાં તરછોડી દીધો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, માતાનું મોત અને પિતાના જેલમાં ગયા બાદ લગભગ 8 મહિનાના માસૂમ રાજને લોહિના સંબંધ પ્રમાણે પહેલો હક સચિનના પિતાથી પૂછવામાં આવ્યો હતો. તેમ છતાં સચિનના પિતા દ્વારા પોતાના દીકરાના આડા સંબંધોના કારણે થયેલા બાળકને રાખવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. હિના વડોદરામાં રહેતી હતી અને સચિન ગાંધીનગર અને વડોદરા એમ બન્ને ઘરને સાચવી રહ્યો હતો. પરંતુ તેના પર સાથે રહેવાનું દબાણ વધતા તેણે આવેશમાં આવીને હિનાને પતાવી નાખી હતી. આ કેસમાં હાલ સચિન જેલવાસમાં છે. આ મામલે કોર્ટ દ્વારા આગામી સમયમાં સચિને આચરેલા ગુના બદલ તેને સજા ફટકારવામાં આવશે.
જ્યારે સચિન દ્વારા પોતાનું લગ્ન જીવન સાચવવાના બદલે લગ્નેત્તર સંબંધો બાંધીને હિના પેથાણી સાથે પતિ તરીકે રહેવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ બન્ને દ્વારા થયેલા બાળકે માતાની છત્રછાયા ગુમાવી દીધી છે જ્યારે પિતા પોતાના ગુનાના કારણે જેલવાસ રહેલા છે.