સાડી સાથે લગ્ન ન કરાવતા રચ્યું મોતનું તાંડવ, પોતાની જ ચાર દીકરીઓને ઉતારી મોતને ઘાટ

રાજસ્થાનના બાડમેરથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ પોતાની જ ચાર દીકરીઓને નિર્દયતાથી મારી નાખી. આ પછી તેણે પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ તેનો જીવ બચી ગયો. ઘટનાના ખુલાસા બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

સાસરિયાઓએ સાડી સાથે લગ્નનો કર્યો વિરોધ:

સમાચાર અહેવાલ મુજબ, ત્રણ મહિના પહેલા આરોપીની પત્નીનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. જે બાદ તેના સાસરિયાઓ તેની ચાર દીકરીઓને પોતાની સાથે લઇ ગયા હતા. તેના કારણે તે ખૂબ જ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો. પછી તેણે તેના સાસરિયાઓને પ્રસ્તાવ મૂક્યો કે તેની સાડી સાથે તેના લગ્ન કરાવી દે. પરંતુ સાસરિયાઓ સંમત ન થયા અને લગ્ન કરવાની ના પાડી દીધી.

આ પછી, આરોપી તેની ચાર દીકરીઓને તેના સાસરિયાના ઘરેથી તેના ઘરે પાછો લાવ્યો. મોડી રાત્રે તેણે તમામ માસૂમ છોકરીઓને ઝેર આપી દીધું. પછી જ્યારે છોકરીઓ બેભાન થઈ ગઈ, ત્યારે તેને તે બધાને પાણીની ટાંકીમાં મૂકી દીધા. આ પછી તેણે પોતે પણ ઝેર પી લીધું. જો કે, તે વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તેનો જીવ બચી ગયો.

જણાવી દઈએ કે આરોપીની ઓળખ પુખારામ તરીકે થઈ છે. તે બાડમેરના પોશલ ગામમાં રહે છે. તેને તેની ચાર પુત્રીઓ, 8 વર્ષની જીયા, 5 વર્ષની નોજી, 3 વર્ષની લક્ષ્મી અને દોઢ વર્ષની વસુંધરાને ઝેર આપીને મારી દીધી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેમનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ બાદ યુવતીઓના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.

Scroll to Top