સગીરા પર 400 લોકોએ આચર્યું દુષ્કર્મ, ફરિયાદ નોંધાવવા ગઈ તો પોલીસકર્મીએ પણ લૂંટી ઈજ્જત

મહારાષ્ટ્રના બીડ જિલ્લા માંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસકર્મી સહિત 400 લોકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. લગભગ છ મહિના સુધી આરોપી સગીરનું શોષણ કરતો રહ્યો, જેના કારણે તે ગર્ભવતી બની. જણાવવામાં આવી રહ્યું છે કે સગીર બાળકીની માતાનું લગભગ બે વર્ષ પહેલા અવસાન થયું હતું, ત્યારબાદ તેના પિતાએ તેના લગ્ન એક પુરુષ સાથે બળજબરીથી કરાવી દીધા હતા.

પહેલા બે એ બનાવ્યા શિકાર, પછી ચાલુ રહ્યો સિલસિલો

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને તેના સાસરિયાના ઘરે હેરાન કરવામાં આવી હતી. જેના કારણે તે તેના ઘરે પાછી આવી ગઈ હતી. પરત ફર્યાના થોડા દિવસો બાદ તે નોકરીની શોધમાં અંબેજોગઈ શહેર જતી રહી. અહીં બે શખ્સોએ કથિત રીતે તેનું યૌન શોષણ કર્યું હતું. આ પછી જ્યારે તેને આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવાની કોશિશ કરી તો એક પોલીસકર્મી પણ તેની ઈજ્જત લૂંટવા લાગ્યો.

નોકરીના નામે શરૂ થયું સગીરોનું શોષણ

પીડિતાના જણાવ્યા અનુસાર, લગભગ 400 લોકોએ છ મહિના સુધી તેનું યૌન શોષણ કર્યું, જેના કારણે તે ગર્ભવતી બની ગઈ. જયારે મામલો સામે આવ્યા પછી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. વરિષ્ઠ અધિકારીઓએ તાત્કાલિક સગીરની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી. અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અધિકારીઓનું કહેવું છે કે નોકરી અપાવવાના નામે સગીરનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું.

પીડિતાએ વેલ્ફેયર કમિટી સમક્ષ વ્યક્ત કરી પીડા

બાળ કલ્યાણ સમિતિને આપેલા પોતાના નિવેદનમાં સગીરાએ જણાવ્યું કે લગ્ન બાદથી જ તેના સાસરિયાં તેને હેરાન કરી રહ્યા હતા. પતિ દરરોજ કોઈને કોઈ બાબતે તેને માર મારતો હતો. જેના કારણે તે તેના પિતાના ઘરે પાછી આવી ગઈ હતી. જો કે તેની આર્થિક સ્થિતિ સારી ન નથી, જેના કારણે તે નોકરીની શોધ કરી રહી હતી, ત્યારે બે લોકોએ તેનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ પછી છ મહિના સુધી આ સિલસિલો ચાલતો રહ્યો અને 400 લોકોએ તેને પોતાની હવસનો શિકાર બનાવ્યો.

Scroll to Top