પરિવારમાં ચાર બહેનો વચ્ચેનો એકનો એક ભાઈ દેશમાટે શહીદ થયો, ગામ આખું સજ્જડ બંધ

ચોટીલા તાલુકા ના વતની અને જમ્મુક્સ્મીર માં ઇન્ડિયન આર્મી માં ફરજ બજાવતા શહિદ વીર ભાવેશભાઈ રાઠોડ નો પાર્થિવ દેહને માદરે વતનમાં લાવી ને આર્મી સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે આજે અતિમસંસ્કાર કરવામાં આવ્યા.

દેશમાટે મરી મીટવુ એ આમ તો દરેક નાગરિક સામાન્ય વાતોમાં બોલતો હોય છે પરંતુ સાચા દેશભક્ત અને દિવસ રાત પોતાના પરિવાર થી દુર રહી દેશની અવિરતપણે સેવા કરતા હોય છે પોતાના જીવનનું ક્યારેય નક્કી નથી હોતું ગમે ત્યારે દેશ માટે જીવ આપી દેવો પડશે એવી તૈયારી સાથે તેઓ દેશની સેવા કરતા હોય છે અને એમાં પણ એ ગર્વ લેતા હોય છે સલામ છે એવા દેશના વીરોને અને આખા દેશ ને એવા તમામ સૈનિકો પર ગર્વ હોય છે.

તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કુંઢડા ગામનો એક જવાન આર્મીમાં ફરજ બજાવતો હતો જે શ્રીનગર ખાતે આકસ્મિક બનાવ થી શહીદ  થયો છે.આ યુવાન વીરગતી પામતા નાનકડા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ચોટીલા થી જસદણ જવાના માર્ગ પર આવેલ ચોટીલા થી દોઢ કિલોમીટર દૂર કુંઢડા ગામ આવેલું છે અને આ નાનકડા આ ગામના સાત થી આઠ યુવાનો હાલ આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે.

કુંઢડા ગામના તળપદા કોળી સમાજના ધીરુભાઈ ચોથાભાઈ રાઠોડ નો પુત્ર ભાવેશ રાઠોડ કે જે ૩ વર્ષ પહેલા આર્મીમાં જોડાયો હતો.આ યુવાનનું ગુરુવારના સવારે આકસ્મિક બનાવથી શહીદ થયા હોવાના આર્મીના અધિકારીઓ દ્વારા ટેલીફોનીક વાતચીતથી પરિવારને જાણ કરતા સમગ્ર ગામમાં શોક ની માહોલ છવાઇ ગયો હતો. તમને જણાવી દઈએ કે આ શહીદ જવાન તેના પરિવારમાં એકમાત્ર પુત્ર હતો જે દેશની રક્ષા માટે આર્મીમાં જોડાયો હતો. આ જવાન ની ઉંમર ૨૨ વર્ષની છે અને અપરિણીત છે.

આ યુવાનના કુટુંબમાં તેની ચાર બહેનો વચ્ચે એ એકનો એક ભાઇ હતો.ઉલ્લેખનીય છે કે તેનું પ્રથમ પોસ્ટિંગ ઉત્તર પ્રદેશ થયેલ ત્યારબાદ આસામ, અરુણાચલપ્રદેશ અને છેલ્લે દોઢ બે માસ અગાઉ જમ્મુ કાશ્મીરના શ્રીનગરના બાંદીપુરા ખાતે ૨૩ મરાઠા બટાલિયનમાં ફરજ બજાવી રહ્યો હતો.તમને જણાવી દઈએ કે શ્રીનગર ખાતે આકસ્મિક ઘટનાની ફોજ માં આ ઘટનાની જાણ થતાં તેને આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા તેનુ પી.એમ કરવામાં આવ્યું હતું જરૂરી કાર્યવાહી બાદ તેનો મૃતદેહ માદરે વતન પહોંચયા જ્યાં તંત્ર ની ઉપસ્થિતિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવશે.આ સમગ્ર ઘટનાથી તેના પરિવાર અને ગામમાં શોકનો માહોલ થયો છે.

સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા તાલુકા ના કુઢડા ગામ ના શહીદવીર ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડ નું જમ્મુકશ્મીર માં અકસ્માત થી શહીદ થયા હતા જેમના પાર્થિવ દેહ તેમના માદરે વતન માં લાવવા માં અવિયો હતો અને અંતિમવિધિ આજે કરવામાં આવી હતી.

તૈયારે ચોટીલા તાલુકા ના નાના એવા ગામ માં આ સિપાહી ની સહાદત ને સલામી આપવા માટે સજ્જડ બંધ રહિયું હતું અને અને આજુબાજુના લોકો સ્મશાન યાત્રા માં ઉપસ્થિત રહી ને સાહિદ ને સલામી આપી વીર જવાનના ગામ માં ગાર્ડ ઓફ ઓનર સાથે શહાદત ને સલામ કરી ને વીરશહીદ ભાવેશભાઈ ની અંતિમવિધિ કરવામાં આવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top