ભારતના સૈનિકો વચ્ચે 15-16 જૂનની રાતે ગલવાન ઘાટી પાસે સંઘર્ષ થયો હતો. આ ઘટનામાં ભારતના 20 જવાન શહીદ થયા છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર ચીનના 40 જવાનના મોત થયા છે જેમાં એક કમાન્ડિંગ ઓફિસરનું પણ મોત સામેલ છે.પંજાબના પટિયાલા જિલ્લાના રહેવાસી મનદીપ સિંહનું ભારત અને ચીન વચ્ચે થયેલ સીમા વિવાદના અથડામણમાં શહીદ થઈ ગયા.15 દિવસ પહેલા તે તેમના ઘરેથી રજાઓ પતાવીને ડ્યુટી પર પાછા પોહચ્યા હતા. શહાદત પહેલાં મનદીપ જે દિલેરી સાથે દુશ્મન સેના સાથે લડી રહ્યા હતા,,તેમના વિશે તેમના જ ટીમના એક જવાન એ જણાવ્યું જે આજ ઓપરેશન દરમ્યાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાલમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મનદીપના ભાઈ નિર્મલ સિંહ 30 એપ્રિલે તે જ પોસ્ટથી રીટાયર થઈને પાછા ફર્યા હતા જ્યાં મનદીપ શહીદ થયા હતા. નિર્મલ ભાવુક થઈને તેમના ભાઈની હિંમતની વાર્તા સંભળાવે છે. તેમણે કહ્યું કે મનદીપ તેમની પાર્ટીના નેતા છે. જ્યારે ચીન તરફથી હુમલો કરવામાં આવ્યો ત્યારે તે હિંમત અને આત્મવિશ્વાસ સાથે આગળ વધ્યો.
તેણે બે ચીની સૈનિકોને પકડી રાખ્યા હતા, ત્યારબાદ ત્રીજાએ મનદીપ પર હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું.જેની પર કર્યો હુમલો, તે ઉભો થયો નહીં.નિર્મલસિંહે કહ્યું કે મનદીપની ટીમમાં એક સૈનિક ખરાબ રીતે ઘાયલ થયો હતો. તે હોસ્પિટલમાં દાખલ છે. તેણે જ મનદીપની બહાદુરી વિશે કહ્યું. તેમણે કહ્યું કે મનદીપ કોઈના રોકવાથી પણ નોહતા રોકાતા.
તે દુશ્મન સૈનિકોને પછાડતા, સતત આગળ વધતા રહ્યા. તેમને જેની પર પણ હુમલો કર્યો, તે ફરીથી ઉભો થઇ શક્યો નહીં.મનદીપની બહાદુરીની વાર્તા કહેતી વખતે નિર્મલ સિંહ ભાવુક થઈ ગયા તેમણે જણાવ્યું કે મનદીપ 15 દિવસ પહેલા પોતાના ઘરેથી રજાઓ પૂરી કરીને પરત આવ્યા હતા. તેમની પાસે બુધવારે સવારે ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે મનદીપ ઘાયલ છે.
જ્યારે તેઓએ વધુ માહિતી માંગી ત્યારે તેઓને કહેવામાં આવ્યું કે હમણાં સંપર્ક નથી થઇ રહ્યો. આ પછી, બપોરે, તેમને ફરીથી એક કોલ આવ્યો, જેમાં કહેવામાં આવ્યું કે મનદીપ બહાદુરીથી ચીની સેના સામે લડતી વખતે શહીદ થઇ ગયા.લદાખની ગલવાન ઘાટીમાં શહીદ થયેલા દેશના જવાનોમાં પટિયાલાના નાયબ સુબેદાર મનદીપ સિંહ પણ છે.
તેમના પરિવારને જેવી ખબર મળી, ઘરથી લઇને આસપાસના તમામ વિસ્તારોમાં શોકનો માહોલ પ્રસરી ગયો. શહીદ મનદીપ સિંહની પત્નીએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા તેમની સાથે વાત થઇ હતી જેમાં તેમણે કહ્યું હતું કે દેશની સેના ચીનીઓ સામે દિવાલની જેમ ઉભી છે.શહીદ મનદીપ સિંહની પત્ની ગુરદીપ કૌરે જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે તેમના બાળકો મોટા થઇને ઓફિસર બને. 23 વર્ષ પહેલા 1997માં મનદીપ સિંહે સેના જોઇન કરી હતી.
તેના પરિવારમાં તેની પત્ની ગુરદીપ કૌર, બે બાળકો અને માતા છે. થોડા વર્ષો પહેલા તેમના પિતાનું અવસાન થઇ ગયું હતુ. નાયબ સુબેદાર મનદીપ સિંહની 15 વર્ષની દિકરી મહકપ્રીત કૌર અને 12 વર્ષનો દિકરો જોબનપ્રીન સિંહ આ ઘટના બાદ આઘાતમાં સરી પડ્યા છે.ભારત અને ચીન વચ્ચે અનેક દશકો બાદ બોર્ડર પર સ્થિતિ તંગદિલીપૂર્ણ બની છે.
લદાખ પાસે ગલવાન ઘાટી પાસે ગત સોમવારે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહીદ થઇ ગયા છે. તેમાં ભારતીય સેનાનો એક કમાન્ડિંગ ઑફિસર પણ સામેલ હતો. સેના તરફથી મંગળવારે સાંજે તેની પુષ્ટિ કરવામાં આવી અને હવે તમામ શહીદોના નામ જાહેર કરવામાં આવ્યાં છે.દેશમાં આ જવાનોની શહાદતને લઇને રોષ ભભૂકી ઉઠ્યો છે અને સૌકોઇ ચીન સામે બદલો લેવાની વાત કરી રહ્યાં છે.
આ જવાનોના પરિવારોએ કહ્યું કે તેમને ગર્વ છે કે તેમના પરિવારના સભ્યએ દેશ માટે જીવ ન્યોછાવર કર્યો છે.શહીદોની લિસ્ટમાં દેશના અલગ-અલગ હિસ્સાઓના જવાન સામેલ છે. કોઇ હૈદરાબાદથી છે તો કોઇ પંજાબથી, આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્વિમ બંગાળના પણ અનેક જવાનોના નામ સામેલ છે. નીચે આપવામાં આવેલી લિસ્ટમાં તમે શહીદોના શહેરોના નામ પણ જોઇ શકો છો.
છેલ્લા કેટલાય સમયથી ભારત ચીન સરહદ પાર હાલી રહેલા તણાવમાં ગઈકાલે નવો વળાંક આવ્યો. બંને સેનાઓ વચ્ચે એલએસી પર થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેને લઈને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નિવેદન આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.રાજનાથ સિંહે જણાવ્યું છે કે દેશ જવાનોની બહાદુરી અને કુરબાનીને ક્યારેય નહિ ભૂલે.તો સાથે જ તેમને, શહીદ જવાનોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શહીદ જવાનોના પરિવારો પ્રત્યે મને સહાનુભૂતિ છે અને દેશ આ કપરા સમયમાં તેમના ખભા થી ખભો મિલાવીને ઉભો છે. દેશના આ જાંબાઝ જવાનોની બહાદુરી અને ખુમારી માટે દેશને ગર્વ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગલવાન વેલીમાં દેશના જવાનો શહીદ થયા તે અત્યંત વ્યથિત કરી દેનાર અને દુઃખદાયી છે. આપણા જવાનોએ અમારા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા અનુકરણીય હિંમત અને બહાદુરી દર્શાવી અને ભારતીય સેનાની પરંપરા મુજબ દેશદાઝ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી.મિત્રો આ જવાનો પર ગર્વ હોય તો આ માહિતી ને વધુમાં વધુ શેર કરો આપણાં દેશના જવાનો ના આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરો…