નહીં જ જાણતા હોવ શિરડીના સાંઈબાબા સાથે જોડાયેલી આ 8 અગત્યની વાતો

સાંઈબાબા જેમને આપણે શિરડી સાંઈબાબા પણ કહીએ છીએ, તે એક ભારતીય ગુરૂ, યોગી અને ફકીર હતા જેમને તેમના ભક્તો સંત કહેતા હતા.

સાંઈબાબા જેમને આપણે શિરડી સાંઈબાબા પણ કહીએ છીએ, તે એક ભારતીય ગુરૂ, યોગી અને ફકીર હતા જેમને તેમના ભક્તો સંત કહેતા હતા.

તેમનું સાચું નામ, જન્મ, સરનામું અને માતા-પિતાના સંદર્ભમાં કોઈ માહિતી નથી. સાંઈ શબ્દ તેમને ભારતના પશ્ચિમી ભાગમાં સ્થિત પ્રાંત મહારાષ્ટ્રના શિરડી નામના ગામમાં પહોંચ્યાં પછી મળ્યું.

સાંઈબાબા સાથે જોડાયેલી આસ્થા આગળ આજે દુનિયા માથું નમાવે છે. ભક્તોને વિશ્વાસ છે કે જે પણ વ્યક્તિ સાંઈબાબા પર વિશ્વાસ કરે છે તેઓ તેમનું કલ્યાણ જરૂર કરે છે.

આજે અમે તમને સાંઈબાબા સાથે જોડાયેલા કેટલાક એવા જ તથ્યો વિશે જણાવી રહ્યા છીએ જે તમારી આસ્થા હજુ વધારી દેશે.

આગળ જાણો, સાંઈબાબા સાથે જોડાયેલી કેટલીક વાતો વિશે…

ભારતની જેમ અમેરિકા, બ્રિટન, પાકિસ્તાન અને હોંગકોંગમાં પણ સાંઈબાબાના મંદિર છે. સાંઈબાબાએ આજીવન જરૂરિયાતમંદ લોકોની સેવા કરી જેને લોકો ચમત્કાર પણ કહે છે.

કેટલાક લોકો તેમને હિન્દુ ભગવાન નથી માનતા કારણ કે તેમનો પહેરવેશ તેમને હિન્દુ ભગવાનથી અલગ બનાવે છે. સાંઈબાબાનું સાચું નામ કોઈ નથી જાણતું. લોકો તેમને તેમના ઉપદેશો અને સમાજસેવામાં વિતાવેલા જીવન માટે યાદ કરે છે.

લોકોનું એવું પણ માનવું છે કે સાંઈબાબા એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યાં, પરંતુ તેમનું પોષણ એક ફકીરે ઈસ્લામિક આસ્થાની સાથે કર્યું. સાંઈબાબાએ શિરડીની નજીર એક લીમડાના ઝાડની નીચે 5 વર્ષ વિતાવ્યાં.

એવું માનવામાં આવે છે કે સાંઈબાબા માટે પરમાત્મા એક હતા, જેના કારણે તે મંદિરમાં અલ્લાહ વિશે ગાતા હતા અને મસ્જિદોમાં ભજન સંભળાવતા હતા. તેમના વિશે અનેક કિસ્સાઓ પ્રસિદ્ધ છે જે આસ્થાનો વિષય છે અને આજે પણ લોકો જો તેમને મનથી કોઈ વસ્તુ માટે પ્રાર્થના કરે છે તો તે ચોક્કસપણે પૂર્ણ થાય છે.

આશરે 16 વર્ષની ઉંમરમાં તે અહેમદનગર, મહારાષ્ટ્રના શિરડી ગ્રામમાં પહોંચ્યાં અને મૃત્યુ સુધી ત્યાં જ રહ્યાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top