છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે બોલીવૂડને મોટ ફટકો પડ્યો છે લોકો થિયટરોમાં ફિલ્મ જોવા નથી જઈ શકતા કારણકે તેમનામં કોરોનાનો ભય રહેલો છે ત્યારે બોલીવૂડ સ્ટાર્સ હવે ઓટીટી પ્લેટફોર્મ પર તેમની ફિલ્મો રીલીઝ કરી રહ્યા છે ગત માર્ચ મહિનામાં પરિણીતી ચોપરાની ફિલ્મ સાના રીલીઝ થઈ હતી આ ફિલ્મ હવે ટૂંક સમયમાં એમેઝોન પ્રાઈમ પર જોવા મળશે.
આ ફિલ્મ બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલની જિંદગી પર આધારિત છે દર્શકો સુઝી થિયેટરમાં આ ફિલ્મ લાવામાં આવી હતી પરંતુ ફિલ્મ કોરોનાને કારણે કોઈ થિયેટરોમાં જોવા માટે ન ગયું પરિણામે આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
એમેઝોન પ્રાઈમ દ્વારા આ ફિલ્મને ખરીદી લેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે જોકે ઝોન અબ્રાહ્મ અને ઈમરાન હાશમીની ફિલ્મ મુંબઈ સાગા પણ થિયેટરમાં રિલિઝ થઈ હતી તે પપણ ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે પરંતુ જોન અબ્રાહ્મ આ ફિલ્મને ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ કરવા નહોતો માગતો જેના કારણે આ ફિલ્મ હાલ રીલીઝ નથી થાય.
જોનને કારણે પહેલા મુંબઈ સાગાને બદલે સાઈના રીલીઝ કરવામાં આવશે એવી માહિતી પણ સામે આવી છે કે 23 એપ્રિલના રોજ આ ફિલ્મને હવે રીલીઝ કરવામાં આવશે જોન તેની ફિલ્મ મુંબઈ સાગા ઓટીટી પર રીલીઝ કરવા નહોતો માગતો કારણકે તેનું કહેવું એમ હતું કે ઓટીટી પર જે પણ ફિલ્મો રીલીઝ થાય છે તે એટલી કમાણી નથી કરી શકતી.
તેનું કહેવું એમ હતું કે મુંબઈ સાગાને મોટી સ્ક્રીન પર રીલીધ કરવામાં આવશે તો તે સારી કમાણી કરશે 19 તારીખે મુબઈ સાગા ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ હતી પરંતુ હેવે તે પણ ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવશે જોકે મુંબઈ સાગા કયા પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવશે તે મુદ્દે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે આ વર્ષે ઘણી બધી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરવામાં આવી છે પહેલા દીવાળીએ અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી પણ હોટસ્ટાર પર રીલીઝ કરવામાં આવી હતી તે સીવાય અભિષેક બચ્ચનની ફિલ્મ બિગબુલ પણ હોટસ્ટાર પર રીલીઝ કરવામાં આવી હતી સાથેજ વરૂણ ધવનની ફિલ્મ કુલી નંબર 1 પણ એમોઝોન પ્રાઈમ ઉપર રીલીઝ કરવામાં આવી હતી.