ખરેખર રતન ટાટા એ બનીને બતાવ્યું ‘રતન’, ટાટા સ્ટીલ દ્વારા લેવાયો આ મહત્વનો નિર્ણય

દુનિયાભર સાથે ભારત દેશમાં પણ કોરોના વાયરસે તેનો તાંડવ મચાવ્યો છે અને તેના કારણે અનેક લોકોના મોત પણ થયા છે, અને આ કોરોના કારણે અનેક લોકોના વેપાર ધંધા ઠપ થઈ છે, ઘણા બધા લોકોને તેમની નોકરી ગુમાવવાનો વાળો આવ્યો છે. જો કે આમાં ગરીબ લોકો જે લોકો દરરોજ કમાઈ ને ખાઈ છે તેમની હાલત તો દયનીય બની ગઈ છે, અને આવા કોરોનાના કપરા કાળમાં લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે.

ટાટા સ્ટીલના માલિક રતન ટાટા જે તેમના સરળ જીવન જીવવા માટે જાણીતા છે. ત્યારે તેમના દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ટાટા સ્ટીલે તેમના કર્મચારીઓને કોરોનાની વચ્ચે રાહત આપતો એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ટાટા સ્ટીલે પોતાના કર્મચારીઓ અને તેમના પરિવાર માટે સોશિયલ સિક્યૉરિટી સ્કીમની જાહેરાત કરી છે. જેમાં કોરોનાથી કર્મચારીનું મૃત્યુ થઈ જશે તો પણ પગાર ચાલુ જ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પરિવારને મેડિકલ ફાયદા અને હાઉસિંગ સુવિધાઓ પણ મળવાનું ચાલુ જ રહેશે તેમ જણાવ્યું છે. ટાટા ગ્રુપના રતન ટાટાએ માત્ર સફળ ઉદ્યોગપતિ જ નહીં પરંતુ એક મહાન વ્યક્તિત્વ અને પરોપકારી વ્યક્તિ તરીકે પણ ઈજ્જત કમાઈ છે.

આ ઉપરાંત ટાટા સ્ટીલ દ્વારા પોતાના કર્મચારીઓ જો કોરોનાથી મૃત્યુ થાય તો આવા ફન્ટલાઈન કર્મચારીઓના બાળકોના ભણવાના ખર્ચને લઈને પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે આવા કર્મચારીઓના બાળકોનું ગ્રેજ્યુએશન પૂર્ણ થાય ત્યાં સુધી ભારતમાં ભણવાનો ખર્ચ ટાટા સ્ટીલ જ ઉપાડશે અને તેમના સંપૂર્ણં ભણતરની જવાબદારી તે ઉઠાવશે.

જો કે ટાટા સ્ટીલ કંપનીના આ પ્રકારનો નિર્ણય લીધા બાદ રતન ટાટાની સોશિયલ મીડિયા પર ઘણી જ પ્રશંસા કરવામાં આવી રહી છે. અને સાથે ટાટા સ્ટીલ કંપનીનો આ નિર્ણયને પ્રશાંસાને પાત્ર ગણાવી રહ્યા છે. ત્યારે લોકો હવે આ કંપનીની પ્રશંસા કરતા જણાવી રહ્યા છે કે દેશમાં આવા કોરોનાકાળમાં પણ આવી વિકટ પરિસ્થિતિમાં દેશમાં દરેક કંપનીને ટાટા પાસેથી શીખવાની જરુર છે. ત્યારે ટાટા સ્ટીલ ના નિર્ણયને લઈને લોકો સોશ્યિલ મીડિયા પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને રતન ટાટાના આ નિર્ણયને સલામ કરતા એક યુઝરે જણાવ્યું છે કે રતન ટાટા ખરેખર એક મોટા દિલવાળા માણસ છે. ત્યારે આ ટાટા સ્ટીલ કંપની ના પણ કર્મચારીઓ કંપની ના આ નિર્ણયથી ઘણા ખુશ છે અને જણાવી રહ્યા છે કે ટાટાની કામ કરવાની રીત છે. અને અમને ખુશી છે કે અમે આ કંપની સાથે જોડાયેલા છીએ, ટાટા ગ્રુપ કોઈ બિઝનેસ નથી આ એક કલ્ચર છે. ત્યારે ખરેખર રતન ટાટા એ આજે ‘ટાટા’ બનીને બતાવ્યું હોય તેમ સાબિત થાય છે.

ટાટા સ્ટીલે એક પરિપત્ર ટ્વિટર પર શેર કર્યો છે. પરિપત્રમાં કંપનીએ કહ્યું કે કર્મચારીઓને સામાજિક સુરક્ષા હેઠળ મદદ કરવાની તમામ સંભવ કોશિશ કરી રહી છે. પાછલા વર્ષે કોરોનાના કારણે બિઝનેસ પ્રભાવિત થવા છતાં કંપનીએ છટણી શરુ નહોતી કરી. તેમનું કહેવું હતું કે, કંપનીઓની શીર્ષ લીડરશિપમાં સાહનુભૂતિની કમી વર્તાઈ રહી છે. કર્મચારીઓ પોતાનું સંપૂર્ણ કરિયર કંપની માટે લગાવે છે અને કોરોના વાયરસ જેવા સંકટના સમયમાં તેમને સહયોગ કરવાના બદલે બેરોજગાર કરવામાં આવી રહ્યા છે. ટાટાએ કહ્યું હતું કે, જેમણે તમારા માટે કામ કર્યું એમને જ તમે છોડી દીધા? રતન ટાટાએ કહ્યું હતું કે નફો કમાવો ખોટું નથી, પરંતુ નફો કમાવવાનું કામ પણ નૈતિકતા સાથે કરો. તમે નફો કમાવવા માટે શું કરી રહ્યા છો, તે જરૂરી છે.

નોંધનીય છે કે, ટાટા ગ્રુપ હંમેશા પોતાના કર્મચારીઓને મદદ કરતું આવ્યું છે. અને દેશમાં ટાટા સ્ટીલ એવી પહેલી કંપની હતી જેણે પોતાના કર્મચારીઓ માટે 8 કલાક કામ, નફા આધારિત બોનસ, સોશિયલ સિક્ટોરિટી, મેટરનિટી લીવ, કર્મચારી ભવિષ્ય નિધિ જેવી સુવિધાઓને સારી રીતે આપી છે ત્યારબાદ ટાટા ગ્રુપની આ પહેલ બાદ દેશની અન્ય કંપનીઓએ પણ તેના આ સારા માપદંડને લાગુ કર્યા હતા.

Scroll to Top