દેશમાં કોરોના વાયરસના કેસ વધવાના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ સંકટના સમયમાં દેશના કરોડો ફ્રન્ટ લાઇન વર્કર્સ સતત કામ કરી રહ્યા છે. હવે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સલમાન ખાને ફ્રન્ટ લાઇન વર્કર્સની મદદ કરવા માટે અનોખી પહેલ કરી છે. સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો એક વિડીયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે ફૂડ પેકેટ્સનું વિતરણ કરતા નજર આવી રહ્યા છે.
શિવસેનાની યૂથ વિંગ યુવા સેનાના કોર કમિટીના સભ્ય રાહુલ કનાલ ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે ફૂડ પેકેટ્સ પહોંચાડવાના કામમાં લાગેલ છે. રાહુલે મીડિયાને જણાવતા કહ્યું કે, સલમાન ફૂડ પેકેટની ગુણવત્તા ચકાસવા માટે આવ્યા હતા. તેમણે આગળ જણાવ્યું કે, સલમાન ભાઈના દિલમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ માટે ખૂબ સન્માન છે. ત્યાં સુધી કે, તેમની માં પોલીસ કર્મચારીઓ માટે ઘરેથી બનાવીને ભોજન મોકલે છે. રાહુલે કનાલે આગળ જણાવ્યું કે, ગયા રવિવારે આ વર્કર્સ માટે 5000 ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આવનારા દિવસોમાં આ ફૂડ પેકેટ્સની સંખ્યા બમણી થઈ શકે છે.
ગયા વર્ષે જ્યારે આ મહામારીના સંક્રમણ પછી પહેલી વાર લોકડાઉન લગાવવામાં આવ્યું હતું તો સલમાને ગરીબોની મદદ માટે રાશન વહેંચ્યું હતું. પ્રવાસી મજૂરોને તેનાથી ખૂબ મદદ મળી હતી. જો વાત કરવામાં આવે સલમાન ખાનના વર્કફ્રંટની તો આ વર્ષે તે ઘણી ફિલ્મોમાં નજર આવશે. ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ ને લઈને તે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાનની સાથે દિશા પટણી મેઇન રોલમાં નજર આવશે.