બોલિવૂડની પંગા ગર્લ કંગનાએ સલમાન ખાનને લઇ કહ્યું- હવે હું એકલી નથી…

બોલિવૂડની પંગા ક્વીન કંગના રનૌત ઘણીવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને કોઈ સાથે ટકરાતી જોવા મળે છે. પરંતુ તાજેતરમાં તેની સ્ટાઈલ થોડી બદલાઈ ગઇ છે. કંગના હાલમાં તેની આગામી ફિલ્મ ‘ધાકડ’ના પ્રમોશનમાં વ્યસ્ત હોવાથી તે લોકોને કહેવાની કોઈ તક છોડી રહી નથી કે તેની ફિલ્મ સૌથી ખાસ છે અને તેને જોવી જ જોઈએ. ધાકડનું બીજું ટ્રેલર પણ ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ચાહકોની સાથે-સાથે સેલેબ્સ દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે. હા, હવે સલમાન ખાન પણ કંગનાના સમર્થનમાં આવી ગયો છે અને તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર ‘ધાકડ’નું નવું ટ્રેલર શેર કર્યું છે. કંગનાએ તેને ગોલ્ડન હાર્ટ (હૃદય) ધરાવતો માણસ ગણાવ્યો અને તેનો આભાર માન્યો હતો.

થોડા દિવસો પહેલા જ કંગના બોલિવૂડ સ્ટાર્સ પર આરોપ લગાવી રહી હતી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેને કોઈ સપોર્ટ કરતું નથી, પરંતુ લોકો તેના વખાણ કરતા પણ ડરે છે. એ ખાન સ્ટાર્સ જેમને કંગના હંમેશા કોષતી રહે છે, હવે તેમને થેંક્સ કહેતી જોવા મળે છે. ખરેખરમાં તાજેતરમાં જ સલમાન ખાને કંગના રનૌત અને અર્જુન રામપાલ સ્ટાર ફિલ્મ ધાકડનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી.

સલમાન ખાને ટ્રેલર શેર કરતાની સાથે જ કંગના ક્યાં પાછળ રહી ગઈ હતી. તેની ઇન્સ્ટા સ્ટોરી પર સલમાનની પોસ્ટ શેર કરતા તેણે એમ પણ લખ્યું, ‘આભાર મેરે દબંગ હીરો… સોને કે દિલ વાલે. હવે હું ક્યારેય નહીં કહું કે હું આ ઈન્ડસ્ટ્રીમાં હું એકલી છું. ધાકડની સમગ્ર ટીમ વતી આભાર.

તમને જણાવી દઈએ કે કંગના અને સલમાન ખાનની મિત્રતા ત્યારે જ શરૂ થઈ જ્યારે દબંગ ખાનની ઈદ પાર્ટીમાં પંગા ગર્લ જોવા મળી હતી. જો કે લોકો કંગનાને સલમાનની બહેન અર્પિતાની પાર્ટીમાં જવાનું સમજી શક્યા ન હતા, પરંતુ અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભવિષ્યમાં નિકટ જોવા મળી શકે છે.

Scroll to Top