અમદાવાદમાં ભાઈ-બહેનના સંબંધ લજવાનારી ઘટના સામે આવી છે. છૂટાછેડા લઈને આવેલ પોતાની બહેનને પિતરાઈ ભાઈ દ્વારા શારીરિક સંબંધ બાંધવા દબાણ કરવામાં આવી રહેલો કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે કંટાળીને પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે કે, તેનો પિતરાઈ ભાઈ તેને વારંવાર ફોન કરીને ફિઝિકલ રિલેશન રાખવા માટે દબાણ કરી રહ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરુ કરશે.
સમગ્ર ઘટનાની વિગત કંઇક આ પ્રકાર રહી છે કે, ચાંદખેડા વિસ્તારમાં રહેનાર 33 વર્ષીય મહિલા તેના માતા-પિતા અને ભાઈ-ભાઈ સાથે વસવાર કરે છે. આ અગાઉ તે નવરંગપુરા ખાતે નોકરી કરતી હતી. રાણીપમાં રહેનાર એક યુવક સાથે 2008 માં તેના લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ એક પુત્ર પણ તેને થયો હતો. પતિ પત્નીને મનમેળ ના મળતા 2019 માં બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા.
ત્યાર બાદ ત્રણેક મહિના અગાઉ તેના મોબાઈલ પર તેના કાકાનો ફોન આવ્યો અને તેના પિતરાઈ ભાઈએ વાત કરી હતી. તેણે મહિલાને મળવા માટે વાત કરી હતી. પરંતુ મહિલાએ જણાવ્યું હતું કે, હાલ તેની પાસે કોઈ સમય નથી. ત્યાર બાદ તે અવારનવાર મહિલાને ફોન કરીને મળવા માટે દબાણ કરવા લાગ્યો હતો. પરંતુ મહિલા તેને મળવાનો મનાઈ ફરમાવી દીધી હતી.
ત્યાર બાદ એક વખત પિતરાઈ ભાઈએ મહિલાને ફોન કર્યો અને જણાવ્યું હતું કે, જે પણ કામ હોય તે ફોન પર જણાવી દે. એટલે તેણે જણાવ્યું કે, ના રૂબરૂમા મળીને જ બધી વાત મારે કરવી છે. પછી તેણે ફોન પર જ જણાવી દીધું કે, તારા છૂટાછેટા થઈ ગયા છે. હું પણ મારી પત્નીથી ખુશી જીવન પસાર કરી રહ્યો નથી. માટે તારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા માંગુ છે અને મને તારી પણ જરૂર છે.
મહિલાને અવાર નવાર તેને ફોન ના કરવા માટે કહેતો રહેતો હતો. તેમ છતા તે ફોન કરીને આ જ માંગણીઓ વારંવાર કરતો હતો. મહિલાએ તેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ તે સમજ્યો જ નહોતો. ત્યાર બાદ મહિલાનો ફોન ખોવાઈ જતા ફોન પણ બંધ થઈ ગયો હતો. ત્યાર બાદ પિતરાઈ ભાઈના ફોન પણ આવવાના બંધ થઈ ગયા હતા.
ત્યાર બાદ મહિલાએ નવો ફોન ખરીદી લીધો હતો. ત્યાર બાદ આ પિતરાઈ ભાનના ફોન આવવાના તેને શરૂ થઈ ગયા હતા. એટલું જ નહીં તે વોટ્સએપ પર પણ તે મેસેજ કરતો હતો. બાદમાં મહિલાએ પોતાના કુટુંબીજનોને આ વાતની જાણ કરી દીધી હતી. જેનાથી ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈએ તેને ફોન કરીને ધમકી આપી દીધી હતી કે, આપણી વાતો તું બધાને કરી રહી છે. તારે હવે ફિઝિકલ રિલેશન રાખવા જ પડશે નહીં તો તેને જાનથી મારી નાખીશ. બાદમાં કંટાળીને મહિલા દ્વારા પોલીસને ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.