સમીર વાનખેડેના પિતાનું નિવેદન: “હું દલિત છુ, મારા પૂર્વજો હિન્દુ, તો મારો પુત્ર કેવી રીતે મુસ્લિમ થયો?”

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડે સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેના કારણે તેમને લઈને દરરોજ અવનવી ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે હાલના સમય સમીર વાનખેડેના ધર્મને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા કરવામાં આવી રહી છે. તે હિન્દુ નહીં પરંતુ તે મુસ્લિમ છે. જ્યારે આ બાબતમાં તેમના પિતાને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડેના ધર્મ અંગે ચાલી રહેલી ચર્ચાને લઈને સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડે દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, હું પોતે દલિત છુ. અમે બઘા જ છીએ, મારા દાદા-પરદાદા હિન્દુ હતા, તો પુત્ર મુસ્લિમ કેવી રીતે હોઈ શકે? તે તેમને સમજવુ જરૂરી છે. તેમણે પોતાના નામની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેનું નામ ‘દાઉદ’ નથી. એનસીપી નેતા નવાબ મલિક દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, એનસીબી અધિકારીનું સાચું નામ ‘સમીર દાઉદ વાનખેડે’ રહેલ છે.

જ્યારે એક નામી ચેનલથી વાત કરતા સમીર વાનખેડેના પિતાએ જણાવ્યું હતું કે ‘હું પોતે દલિત છું. અમે બધા છીએ, મારા દાદા અને પરદાદા હિન્દુ જ હતા. મારો દીકરો મુસ્લિમ કેવી રીતે હોઈ શકે? તેમણે આ સમજવું પડશે. નોંધનીય છે કે, એનસીપી નેતા મલિક દ્વારા વાનખેડે પર સરકારી નોકરી મેળવવા માટે બનાવટી જન્મ પ્રમાણપત્રો બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે તેની સાથે દાવો કર્યો છે કે જો તેઓ ખોટા સાબિત થશે તો તેઓ રાજકારણને છોડી દેશે.

તેની સાથે એનસીબીના અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ‘હું જન્મથી હિન્દુ છું અને દલિત પરિવારમાંથી આવું છું. આજે પણ હું હિન્દુ જ છું. મેં ક્યારેય કોઈ પણ પ્રકારનું રૂપાંતર કરેલ નથી. ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને મને તેના પર ગર્વ પણ છે.” તેમણે જણાવ્યું હતું કે, “મારા પિતા હિન્દુ છે અને મારી માતા મુસ્લિમ હતી. હું બંનેને પ્રેમ કરું છું. મારી માતા ઇચ્છતી હતી કે હું લગ્ન માટે મુસ્લિમ રિવાજોને અપનાવું. પરંતુ તે જ મહિને મારા લગ્ન વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ નોંધાઈ ગયા હતા. કેમકે જ્યારે બે અલગ-અલગ ધર્મના લોકોના લગ્ન કરવા છે ત્યારે આ લગ્નની કાયદા હેઠળ નોંધણી કરવામાં આવે છે.”

તેની સાથે વધુમાં કહેવામાં આવ્યું હતું કે, “ત્યાર બાદ અમારા કાયદાકીય રીતે છૂટાછેડા થઈ ગયા હતા. પરંતુ મેં બીજો ધર્મ બદલ્યો હોય તો. નવાબ મલિકને પ્રમાણપત્ર બતાવવું પડશે. મારા પિતા સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સર્ટિફિકેટ બતાવવામાં આવશે.”

બુધવારના મલિક દ્વારા સમીર વાનખેડેની તસ્વીર ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું છે કે, ‘સુંદર કપલ સમીર દાઉદ વાનખેડે અને ડો.શબાના કુરેશીની તસ્વીર.’ ત્યારબાદ તેમણે અન્ય એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, ‘સમીર દાઉદ વાનખેડે અને ડો. શબાના કુરેશીના આ પ્રથમ લગ્નનુ નિકાહનામુ રહેલું છે.’

Scroll to Top