સમીર વાનખેડેના પિતાનું નવાબ મલિકને લઈને મોટું નિવેદન, ‘રાવણની જેમ દસ-દસ મોઢા અને હાથ’ ધરાવે છે તે કંઈપણ કરી શકે છે

NCP નેતા નવાબ મલિક દ્વારા NCB અધિકારી સમીર વાનખેડે પર સતત આકાર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ પ્રહારોની વચ્ચે જ્ઞાનદેવ વાનખેડે સામે આવ્યા છે. તેમના દ્વારા મીડિયાથી કહેવામાં આવ્યું છે કે, હું જન્મજાત હિન્દુ છું. મારા દાદા-પરદાદા બધા દલિત હિન્દુ હતા, તો મારો પત્ર મુસ્લિમ કેવી રીતે થઈ ગયો? તેમણે જણાવ્યું કે, નવાબ મલિક કંઈપણ બોલતા પહેલા વિચાર કરે.

જ્યારે સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેનું આ નિવેદન તે દરમિયાન સામે આવ્યું જ્યારે નવાબ મલિક તરફથી સમીર વાનખેડેના 2006 માં થયેલા નિકાહની તસ્વીરો શેર કરવામાં આવી. આ દરમિયાન નવાબ મલિક દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે, સમીર વાનખેડે એક મુસ્લિમ હતા અને તેમણે પોતાનું નામ છુપાવીને નોકરી પ્રાપ્ત કરી છે.

જ્ઞાનદેવ વાનખેડે દ્વારા કહેવામાં આવ્યું છે કે, નવાબ મલિક એક પ્રભાવશાળી વ્યક્તિ છે. તેમની પાસે પૈસાની ઉણપ નથી, તે કઈ પણ કરી શકે છે. એનાથી અમારા પરિવારને ખતરો રહેલો છે. આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું કે, નવાબ મલિક રાવણ જેવા છે, તેમને દસ-દસ હાથ અને મોઢાં છે અને તે કંઈપણ કરી શકે છે.

આ બાબતમાં NCB અધિકારી સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, જો નવાબ મલિક અમારા ખાનગી જીવન પર હુમલો કરતા રહ્યા તો તેમના પર માનહાનિનો કેસ કરશે. તેમણે જણાવ્યું છે કે, જ્યારથી તેમના જમાઈની ડ્રગ મામલમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારથી તેઓ આ બધું કરી રહ્યાં છે. તેમણે બીજી વખત જણાવ્યું કે, હું હિન્દુ છું અને મારી પત્ની મુસ્લિમ હતી.
સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે દ્વારા કહેવામાં આવ્યું હતું ,કે અમારી ખાનગી તસ્વીરો બહાર પાડીને નવાબ મલિક બંધારણની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. અમે કાયદાકીય કાર્યવાહી કરીશું, તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

નવાબ માલિક તરફથી બહાર પાડવામાં આવેલા સમીર વાનખેડેના નિકાહનામા પર ક્રાંતિ રેડકરે દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ નિકાહનામું સાચું છે, તેમ છતાં સમીર વાનખેડેએ ક્યારેય કાયદાકીય રીતે પોતાની જાતિ કે પછી ધર્મને બદલ્યો નથી. નિકાહનામામાં તેમનું નામ મુસ્લિમ લખવાની તેમની માતાની ઈચ્છા રહેલી હતી. આ એક ઐપચારિકતા હતી, આ કામ તેમણે પોતાની માતાની ખુશી માટે કર્યું હતું.

Scroll to Top