ભારતીય મૂળના લોકોનો ડંકો આખા વિશ્વમાં વાગે છે પરંતુ વધારે તે ત્યારે વાગ્યો જ્યારે સુંદર પીચાઈ એ ગુગલના CEO માટે તેઓનું નામ લેવાયું. આટલું જ નહીં.પરંતુ બીજા પણ ઘણા એવા ભારતીય મૂળ ના CEO છે જેઓ ના નામ આખા વિશ્વમાં છે.તમને થતું હશે કે આ લોકો નો પગાર કેટલો હશે ત્યારે આજે અમે તમને જણાવીશું કે પગાર ની દ્રષ્ટિએ સૌથી વધુ પગાર કોનો છે.
ભારતીય મૂળના કેટલાક CEOની સંપત્તિ એક બિઝનેસમેન કરતા પણ વધારે છે.ત્યારે અમે તમને જણાવીશું કે ભારત માં સૌથી ધનાડીય CEO કોણ છે. ગૂગલના CEO સુંદર પિચાઈ અને માઈક્રોસોફ્ટના CEO સત્ય નડેલાની કુલ સંપત્તિથી વધારે છે. IIFL વેલ્થ-હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટમાં આ વાત સામે આવી છે. આ લિસ્ટમાં ‘રિચેસ્ટ નોન-પ્રમોટર ઈન્ડિયન્સ’ની સંપત્તિઓ સાથે સંકળાયેલા આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગૂગલ ક્લાઉડના CEO થોમસ કુરિયનની કુલ સંપત્તિ પિચાઈ અને નડેલાની કુલ સંપત્તિ કરતા પણ વધારે છે. થોમસ કુરિયન ભારતીય મૂળના છે અને તેમની સંપત્તિ પિચાઈ અને નડેલાથી વધારે છે.
કુરિયનની કુલ સંપત્તિ 10,600 કરોડ રૂપિયા છે. જ્યારે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈની કુલ સંપત્તિ 3,300 કરોડ રૂપિયા અને માઈક્રો સોફ્ટના CEO સત્યા નડેલાની કુલ સંપત્તિ 5,100 કરોડ રૂપિયા છે. બીજી તરફ ભારતીય મૂળની જયશ્રી ઉલ્લાલ, જે યુએસ આધારિત ક્લાઉડ નેટવર્કિંગ કંપની Arista Networksની પ્રેસિડેન્ટ અને CEO છે. તેમની કુલ સંપત્તિ 9,800 કરોડ રૂપિયા છે. તેમની સંપત્તિ પણ પિચાઈ અને નડેલા કરતા પણ વધારે છે. Arista Networksની પહેલા તેઓ કેટલીક દિગ્ગજ કંપનીઓના CEO પદે રહી ચૂકી છે. 2018માં ફોર્બ્સ અમેરિકાની સ્વનિર્મિત સૌથી ધનાઢય મહિલાઓની યાદી જાહેર કરી હતી. તેમાં ઉલ્લાસને અમેરિકાની 60 ‘સેલ્ફમેડ’ ધનાઢય મહિલાઓની યાદીમાં સ્થાન મેળવ્યુ હતુ.
આવી જ રીતે પાલો અલ્ટો નેટવર્કના CEO બન્યા બાદ ભારતીય મૂળના નિકેશ અરોરા ટેક્નોલોજીની દુનિયામાં સૌથી વધારે સેલેરી મેળવનાર લોકોમાં સામેલ છે. ટેક્નોલોજી સેક્ટરમાં નિકેશ અરોરાની કારકીર્દી લાંબી રહી છે. ભારતમાં જન્મેલા અરોરા 2014માં જાપાનની સોફ્ટ બેંકથી જોડાયા હતા. જે બાદ તેઓ ગયા વર્ષે પાલો અલ્ટો નેટવર્કથી જોડાયા હતા.
કંપનીએ તેમને 8.5 અબજ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યુ છે. તેમની કુલ સંપત્તિ 6,000 કરોડ રૂપિયા છે.માસ્ટર કાર્ડના CEO અજય બાંગાની કુલ સંપત્તિ 5,200 કરોડ રૂપિયા છે. તેઓ 2009માં માસ્ટર કાર્ડથી જોડાયા હતા. દિલ્હી યુનિવર્સિટી અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદથી અભ્યાસ કરનાર બાંગાએ સિટી બેંક, નેસ્ટલે અને પેપ્સિકોમાં પણ કામ કર્યુ છે. તેમણે 1981માં નેસ્ટલેની સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
ભારતીય અમેરિકી શાંતનુ નારાયણ એડોબના CEO છે. તેમની કુલ સંપત્તિ 4,500 કરોડ રૂપિયા છે. હૈદ્રાબાદમાં જન્મેલા નારાયણે એન્જિનિયરિંગ કર્યું છે. તેની સાથે જ તેમની પાસે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટરની ડિગ્રી છે. આ ઉપરાંત તેમણે એમબીએ પણ કર્યુ છે. 2018ની ‘ફોર્ચ્યૂન બિઝનેસ પર્સન ઓફ ધ યર’ ની યાદીમાં પણ તેમને સામેલ કરવામાં આવ્યા હતા. નારાયણને યાદીમાં 12મું સ્થાન આપવામાં આવ્યુ હતુ. પેપ્સિકોની પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી ઈન્દિરા નૂઈને મોસ્ટ પાવરફુલ બિઝનેસ એક્ઝિક્યુટિવ તરીકે ઓળખવામાં આવે છે.
તેમની કુલ સંપત્તિ 3,200 કરોડ રૂપિયા છે. વર્ષ 2006માં પેપ્સિકોની સીઈઓ બનેલી ઈન્દિરા નૂઈ ગયા વર્ષે આ પદથી મુક્ત થઈ ચૂક્યા છે. દેશમાં ડી માર્ટ સ્ટોર ચલાવનારી કંપનીના સીઈઓ ઈગ્રેશિયસ નેવિલ નોરોન્હા રિચેસ્ટ ઈન્ડિયન સીઈઓમાં સામેલ છે. તેમની કુલ સંપત્તિ 2,200 કરોડ રૂપિયા છે.44 વર્ષીય નોરોન્હા 2006થી એવન્યૂ સુપર માર્કેટના સીઈઓ છે. આ હતા ભારત ના એવા લોકો જેઓનો પગાર એક બિઝનેસમેન કરતા પણ વધારે છે.