ટેક જાયન્ટ Samsung India એક પ્રોડક્ટનો ફોટો પોસ્ટ કર્યા બાદ ટ્રોલ થઈ ગઈ છે. લોકોએ કંપનીના આ ઉત્પાદનની તુલના ડિટર્જન્ટ બાર સાબુ સાથે કરી. ટ્વિટરથી લઈને ઈન્સ્ટાગ્રામ સુધી કંપનીને ટ્રોલ કરવામાં આવી હતી. આ દરમિયાન ઘણી ફની પોસ્ટ પણ જોવા મળી હતી.
ખરેખરમાં સેમસંગે તેની નવી પોર્ટેબલ સોલિડ-સ્ટેટ ડ્રાઈવ T7 Shield બહાર પાડી. કંપનીએ આ પ્રોડક્ટનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. પરંતુ, કંપની અનુસાર બધુ બરાબર નથી ચાલ્યું અને લોકોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે.
સેમસંગે તેની પોસ્ટમાં લખ્યું છે કે Rugged Durability, at your service. તમારી બધી ફાઇલો અને કાર્યને સુરક્ષિત રાખવા માટે T7 શિલ્ડ PSSD નો ઉપયોગ કરો. તમે સૌથી મુશ્કેલ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.
પોસ્ટ પર હજારો લાઈક્સ
આ પોસ્ટને હજારો લોકોએ પસંદ કરી છે. જ્યારે ઘણા લોકોએ કહ્યું કે “આ ઉપકરણ ડિટર્જન્ટ બાર સાબુ જેવું લાગે છે”. લોકોએ કોમેન્ટમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. એક Instagram વપરાશકર્તાએ ટિપ્પણી કરી કે “મને આશ્ચર્ય થાય છે કે શા માટે કોઈ ડિટર્જન્ટની દુકાન બનાવશે”.
View this post on Instagram
જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે “એક ક્ષણ માટે મને લાગ્યું કે સેમસંગ પાસે ડીટરજન્ટ બાર પણ છે. મને લાગ્યું કે સેમસંગે લોન્ડ્રીની દુકાનો બનાવવાનું શરૂ કર્યું છે”. જ્યારે અન્ય એક યુઝરે તેને ડીટરજન્ટ કેક ગણાવી હતી.
સેમસંગે જણાવ્યું કે આ ઉપકરણ રફ અને કઠિન વાતાવરણમાં પણ ટકાઉ છે. તેમાં ઘણી બધી સ્ટોરેજ ક્ષમતા આપવામાં આવી છે. તેને 1TB અને 2TB સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. સેમસંગની વેબસાઇટ અનુસાર, 2TB વેરિઅન્ટની કિંમત 34,999 રૂપિયા છે. આ પ્રોડક્ટની ડિઝાઇન વિશે તમે શું વિચારો છો તે અમને ટિપ્પણી વિભાગમાં જણાવો.