Samsung ફરી એક વખત એપલને પછાડીને વિશ્વની નંબર 1 સ્માર્ટફોન બ્રાન્ડ બની ગઈ છે. Apple હવે વૈશ્વિક સ્માર્ટફોન માર્કેટમાં બીજા નંબર પર આવી ગઈ છે. ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મ ઈન્ટરબ્રાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ યાદીમાં સેમસંગના પ્રદર્શને અન્ય બીજી કંપનીઓનો ચકિત કરી દીધી છે. આવો જાણીએ શું સંપૂર્ણ યાદી અને કઈ કંપની કયા નંબર પર છે.
આ રિપોર્ટ મુજબ, સેમસંગે ત્રીજા ક્વાર્ટરમાં કુલ 6.94 કરોડ સ્માર્ટફોન યુનિટ્સ મોકલ્યા છે. આ રીતે તેનો માર્કેટ શેર લગભગ ૨૧ ટકા રહ્યો છે. કંપની માટે ફોલ્ડેબ્લ સ્માર્ટફોને જવાબદારી સંભાળી અને તેની વધુ ડીમાન્ડના કારણે જ સેમસંગ ટોપ પોઝીશન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે. જાણકારી મુજબ, કંપનીએ ૩ મીલીયન ફોલ્ડેબ્લ સ્માર્ટફોન આ કવાર્ટરમાં મોકલ્યા છે. જ્યારે આ કવાર્ટરમાં કંપનીના Galaxy Z Flip2 અને Fold3 મોડલ સૌથી વધુ વેંચાયા છે. તેમ છતાં કંપનીના Galaxy A સીરીઝના ફોન ઓછા વેંચાયા હતા.
આ રિપોર્ટમાં Apple ના પરફોર્મન્સની વાત કરવામાં આવે તો કંપનીએ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં 4.92 મિલિયન ફોન વેચ્યા હતા અને તે બીજા નંબર પર રહ્યું છે. કંપનીના iPhone 13 ની ખૂબ માંગ હતી અને તેનો વિકાસ દર 14 ટકા હતો પરંતુ તેના અન્ય મોડલના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ રિપોર્ટ મુજબ, ભારતમાં ટોપ પર રહેનારી Xiaomi એ વૈશ્વિક બજારમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. કંપનીએ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં 44 મિલિયન યુનિટ મોકલ્યા હતા. કંપનીનો માર્કેટ શેર લગભગ ૧૪ ટકા રહ્યો છે. ચોથા નંબર OPPO રહ્યો હતો. આ સમયગાળામાં તેણે 3.67 કરોડ સ્માર્ટફોનનું વેચાણ કર્યું હતું. Vivo આ રેન્કિંગમાં પાંચમા નંબરે છે, જેણે આ ક્વાર્ટરમાં 34.2 મિલિયન સ્માર્ટફોન મોકલ્યા છે.