સોમવારે, 7 નવેમ્બરના રોજ, 39 વર્ષીય પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની શોએબ મલિકે સ્કોટલેન્ડ સામે માત્ર 18 બોલમાં અણનમ 54 રન બનાવીને પાકિસ્તાનીઓના દિલ જીતી લીધા હતા. સાનિયા ટી-20 વર્લ્ડ કપ 2021ની બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ જોવા માટે ત્યાં પહોંચી હતી. આને લઈને તેના ભારતીય ચાહકોમાં ભારે નારાજગી છે.
તે મેચમાં જ્યારે શાદાબ ખાને સ્ટીવ સ્મિથને પોતાનો શિકાર બનાવ્યો ત્યારે સાનિયા મિર્ઝા સ્ટેન્ડમાં ઉભા રહીને તાળીઓ વગાડતી જોવા મળી હતી. તેનો આ ફોટો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો. પાડોશી દેશ પાકિસ્તાન માટે ભારતીય ટેનિસ પ્લેયરનું સમર્થન કેટલાક ભારતીયોને પસંદ નથી. સાનિયાના આ કૃત્ય પર ઇન્સ્ટા યુઝર્સે તેને ઉગ્ર ઝાટકણી કાઢી હતી.
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા આ વખતે તેની ઈન્સ્ટા પોસ્ટને કારણે ચર્ચામાં છે. સાનિયા મિર્ઝાએ તેના પતિ શોએબ મલિક સાથે એક વીડિયો શૂટ કર્યો છે. સોશિયલ મીડિયા પર આવા મજેદાર અને ફની વીડિયો પોસ્ટ કરવા માટે જાણીતી સાનિયાએ વીડિયો ક્લિપમાં શાનદાર અભિનય કર્યો છે. તે વીડિયોમાં પહેલો અવાજ છે – “દીકરા, એવા લોકોથી હંમેશા દૂર રહેજે જેઓ તારી કદર કરતા નથી” આ વોઈસ ઓવર પર તેની સાથે લિપ-સિંક કરીને વિડિયો શરૂ થાય છે. જે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યું છે.
ફની ક્લિપમાં, ઓડિયોનો જવાબ આપતી વખતે, રમુજી ચહેરો બનાવીને, સાનિયા છોકરીના અવાજમાં કહે છે, “ઉનહી કે ઘર મેં રહેતી હૂં”. વીડિયોમાં શોએબ મલિક પણ જોવા મળી રહ્યો છે પરંતુ તેને ક્લિપ વિશે કોઈ જાણકારી નથી કારણ કે તે સૂઈ રહ્યો છે. સાનિયા મિર્ઝાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 83 લાખથી વધુ ફોલોઅર્સ છે, તેના આવા ફની વીડિયોના કારણે ફોલોઅર્સની સંખ્યા સતત વધી રહી છે.