KGF ચેપ્ટર 2 ના સિનેમેટોગ્રાફરના દિવાના થયા સંજય દત્ત, ફોન પર કર્યા જોરદાર વખાણ

એક તરફ જ્યાં ઉત્તર અને દક્ષિણ વચ્ચે ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ KGFની ટીમ આ બધાની વચ્ચે સફળતાનો જશ્ન મનાવી રહી છે. KGF ચેપ્ટર 2 સ્ટાર સિનેમેટોગ્રાફર ભુવન ગૌરે ખુલાસો કર્યો છે કે પીઢ બોલીવુડ અભિનેતા સંજય દત્તે ફોન પર તેમના કામની પ્રશંસા કરી છે.

તેણે કહ્યું, “વરિષ્ઠ અભિનેતા સંજય દત્તે ફોન કરીને મારા કામની પ્રશંસા કરી. જ્યારે પણ સંજય દત્ત ફોન કરે છે ત્યારે મને ‘બૂ’ કહીને સંબોધે છે. તે પૂછે છે કે તમે કેમ છો. અત્યાર સુધી તેણે મને 10 થી વધુ વખત ફોન કર્યો છે. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે પણ સંજય દત્ત ફોન કરે છે ત્યારે તે કહે છે કે મને ખૂબ સારો બતાવ્યો. જ્યારે પણ સંજય દત્તને યાદ આવે છે ત્યારે તે મને ફોન કરે છે.

સૌથી મોટી પ્રશંસા તેલુગુ સ્ટાર પ્રભાસ તરફથી આવી છે. તેણે અંગત રીતે ફોન કરીને મારા કામને અભિનંદન આપ્યા. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રામ ચરણે પણ મને મારા કામ માટે અભિનંદન સંદેશ મોકલ્યા હતા. ભુવન કહે છે કે તે ‘KGF 2’ના ડિરેક્ટર પ્રશાંત નીલની સ્કૂલમાંથી આવે છે.

ભુવન કહે છે, મેં સિનેમેટોગ્રાફી શીખી નથી. હું મૂળભૂત રીતે ફોટોગ્રાફર છું. પ્રશાંત નીલે મારી પ્રતિભાને ઓળખી અને મને મારી પ્રથમ ફિલ્મ ‘ઉગ્રામ’માં સિનેમેટોગ્રાફર તરીકે કામ આપ્યું. ભુવન કર્ણાટકના માંડ્યા જિલ્લાના કૌદલે ગામનો છે. પીયુસી બાદ તે નોકરીની શોધમાં બેંગ્લોર આવ્યો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, તમે જે પણ કામ કરો છો, તે ધ્યાન અને સમર્પણ સાથે કરો. જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. જ્યાં સુધી તમે તમારી મંઝિલ પ્રાપ્ત ન કરો ત્યાં સુધી આરામથી ન બેસો.

Scroll to Top