પાટણ જિલ્લાના શંખેશ્વરમાં થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત, આઠ ઈજાગ્રસ્ત

પાટણ જિલ્લાના શંખેશ્વરમાં ગઈકાલના એક ગંભીર અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં એક ઈકો કાર નદીના પુલની રેલિંગ તોડીને અથડાઈ ગઈ હતી. જેમાં અકસ્માતમાં ઈકો કારનો કુચો બોલી ગયો હતો. અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે 8 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટના આ પ્રકાર બની હતી કે, પાટણ જિલ્લાના શંખેશ્વરમાં રૂપેણ નદી પરના પુલ પર ગઈકાલે રાત્રીના એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ઈકો કાર બેકાબૂ બનતા રેલિંગ તોડીને ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા અને આઠ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને રાત્રિ દરમિયાન સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અવ્યા હતા.

જ્યારે આ અકસ્માતમાં ઈકો કારની અંદર 10 વ્યક્તિ સવાર હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ સૌરાષ્ટ્રથી યાત્રા કરી અને ભાભર તરફ પરત આવતા સમયે આ કારનો ગંભીર અકસ્માત થયો હતો. આ રીતે ભાભર તરફ જઈ રહેલી આ ઈકો કારના મુસાફરો માટે સૌરાષ્ટ્રની જાત્રા કાળની સમાન બની હતી. આ અકસ્માતમાં સવાર સભ્યો એક જ પરિવારના છે તે વિશે હજુ કંઈપણ જાણવા મળ્યું નથી.

અકસ્માત બાદ કારની સ્થિતિને જોતા અંદાજ લગાવી શો છે કે અંદર સવાર મુસાફરોના કેવા હાલ થયા હશે. તેમ છતાં આ કાર જો રેલિંગ સાથે ન અથડાઈ હોત તો અથવા તો આ રોડની સાઇડમાં સિમેન્ટની રેલિંગ ન હોત તો કાર નદીમાં ઘુસી જવાની શક્યતાઓ રહેલી હતી. જયારે તેનાથી નીચે થોડા અંતરે જ રૂપેણ નદી આવેલ છે. જો કાર નદીમાં ઘુસી ગઈ હોત તો અકસ્માત વધુ ભયાનક બનતા જાનહાની વધુ સર્જાઈ હોત.

Scroll to Top