સખત મહેનતથી બધુ જ શક્ય છે: આ વ્યક્તિ સની દેઓલની ફિલ્મથી પ્રેરિત થઈને બન્યા આઇપીએસ અધિકારી

આપણા સમાજના મોટાભાગના લોકો સફળતા માટે સખત મહેનત કરે છે. આજના વિશ્વમાં દરેક વ્યક્તિ પ્રગતિ કરવા માંગે છે. આ બધું હોવા છતાં સફળતા સરળતાથી પ્રાપ્ત થઈ નથી. ખૂબ મહેનત કરવાની સાથે સાથે યોગ્ય યોજના પણ હોવી જરૂરી છે અને સાથે સાથે સફળતા મેળવવા માટે પ્રેરિત થવું જરૂરી છે. આજે આપણે એક એવા માણસની વાત કરીશું, જે બાળપણમાં સની દેઓલ ની ફિલ્મ ‘ઇન્ડિયન’ થી પ્રેરિત હતો અને આઇપીએસ અધિકારી બનવા નો નિર્ધાર કર્યો હતો અને તેના મિશનમાં સફળ થયો હતો.

અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના જયપુરના એક નાનકડા ગામ શ્યામપુરામાં રહેતા મનોજ રાવતની. જે મધ્યમવર્ગીય પરિવારનો છે. મનોજ રાવત માત્ર 19 વર્ષનો હતો ત્યારે તેને પોલીસ કોન્સ્ટેબલની નોકરી મળી હતી. ત્યારબાદ તેણે 2013 માં નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો. મનોજે નોકરી છોડી ત્યારે બધા જ પોતાના નિર્ણયની ખોટો નિર્ણય કહી રહ્યા હતા.

સરકારી શાળામાંથી શિક્ષણ પૂરું કર્યા બાદ મનોજ 2007માં રાજસ્થાન યુનિવર્સિટીમાંથી ખાનગી ઉમેદવાર તરીકે બીએ પાસ થયો હતો. તે પછી તેને પોલીસમાં નોકરી મળી. ત્યારબાદ પોલીસ છોડી કોર્ટમાં ક્લાર્ક ની નોકરી લીધી હતી. ત્યારબાદ તેણે ક્લાર્ક તરીકેની નોકરી પણ છોડી દીધી હતી. ક્લાર્કની નોકરી છોડ્યા બાદ તેણે સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી દીધી હતી. તૈયારીઓ દરમિયાન તેને તેના મિશનમાં સફળ થવાની આશા હતી.

તેણે 2017 માં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા માં ઓલ ઇન્ડિયામાં 824 રેન્ક મેળવ્યા હતા. ત્યારબાદ તેઓ આઈપીએસ અધિકારી બન્યા. તેઓ અનુસૂચિત જાતિના છે. તેથી અનામતને કારણે તેઓ 824 રેન્ક હોવા છતાં આઇપીએસ બન્યા હતા. સામાન્ય વર્ગના આઈપીએસને તે સમયે 400 થી નીચેના ક્રમના લોકો માટે આ તક મળી ન હતી.

Scroll to Top