જય શ્રી સવામિનારાયણ: સરધારધામ માં 200 એકરની જમીનમાં થશે ધર્મ ઉત્સવ, ગુજરાતનો સૌથી મોટો ડોમ બનાવાયો, 1 લાખ ભક્તો સાંભળી શકશે કથા….

200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ એ રાજકોટ-ભાવનગર રોડ પર આવેલા સરધાર ગામ ની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે અહી સૌથી મોટું મંદિર બનશે. આજે નિત્યસ્વરૂપદાસ સ્વામીની આગેવાની હેઠળ ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે. જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 10 થી 18 ડિસેમ્બર સુધી યોજવામાં આવશે. આ ધર્મ ઉત્સવ 200 એકર ની જમીનમાં યોજાશે. આ ડોમ ગુજરાતનો અત્યાર સુધીનો મોટામાં મોટો ડોમ છે જે 500 ફૂટ પહોળો અને 350 ફૂટ લાંબો છે.

મોટી સંખ્યામાં ભક્તો આવવાના હોવાથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મહોત્સવમાં 1009 કુંડી શ્રીહરિ મહાયજ્ઞ પણ યોજાશે. 11 ડીસેમ્બર ના રોજ અમિત શાહ પણ આ મહોત્સવ માં હાજરી આપશે અને તેમના હસ્તે જ અહી બનાવવામાં આવનારી બોય્ઝ હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવશે. જેમાં આશરે 2000 વિદ્યાર્થી રહી શકશે.

આ સાથે 9 દિવસના આ ઉત્સવમાં રોજબરોજ રાત્રિના સમયે વ્યસનમુક્તિ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને 1008 કુંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હરિભક્તોને તકલીફ ન પડે એ માટે અલગ-અલગ જગ્યાએ જમવાની વ્યવસ્થા કરેલી છે. ટ્રાફિક ન થાય તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ ને ધ્યાનમાં રાખીને કોઈનું સ્વાસ્થય ન જોખમાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

ભગવાન સ્વામિનારાયણ એ અહી મંદિર બનાવવા માટેના આશીર્વાદ આપ્યા હતા. આ મંદિર 155 ફૂટ લંબાઈ અને 105 ફૂટ પહોળાઈ તેમજ 86 ફૂટ ઊંચાઈ ધરાવે છે. આ મંદિર વિશાળ પાંચ શિખરયુક્ત સ્વામિનારાયણ મંદિર છે. આ મંદિર ક્લાત્મક નકશીકામયુક્ત 70,000 ઘનફૂટ બંસીપહાડપુર ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે.

Scroll to Top