સરકાર નું કૌભાંડ, ગુજરાત ના એક બે નહીં અધધ આટલાં પુલ જર્જરિત હાલતમાં,આંકડો જાણી તમે પણ ચોંકી જશો.

આજે ચોંકાવનારો ખુલાસો થયો છે અને આ મુજબ ગુજરાત માં એટલા બધા પુલ છે જે જર્જરિત હાલત માં છે જેની કોઈ ગેરેન્ટી નથી કે તે ક્યારે ધરસાય થાય.ગુજરાત માં આવા એક બે નહીં અધધ પુલ છે અને એક સર્વે માં આવા પુલ નો આંકડો બહાર આવ્યો છે.રોડ, રસ્તા અને પુલ એ દેશની ગતિના પાયા છે અને પાયા પર જ વિકાસની ગાડી દોડતી રહે છે.

પરંતુ જ્યારે હવે દેશ વિકાસની છલાંગ મંગળ સુધી લગાવવા તૈયારી કરી રહ્યો છે. ત્યારે તેનું ધ્યાન થોડું જમીન પર પણ ગયું છે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટના એક  રિપોર્ટમાં દેશના પુલની દશા વિશે જે ચિત્ર સામે આવ્યું છે તેણે એક નવી ચિંતા જન્માવી છે. દેશના વિકાસના આધાર સમાન પુલની કેવી છે અવદશા જોઈએ આ અહેવાલમાં. ક્યાંક તો એવા પણ પુલ છે જે જુલતા થઈ ગયા છે કોઈ વ્યક્તિ કે વાહન ગુજરાતું હોય તો જાણે તે હલતો હોય તે લાગે ત્યારે આવા નાકામાં કામ મકતે કોણ જવાબદાર સરકાર કે કોન્ટ્રાક્ટર.

સરકાર એક બાજુ વિકાસ ની વાતો કરી રહી છે પરંતુ આબાજુ તો વિનાશ થઈ રહ્યો. ઠેર ઠેર રસ્તામાં ભુવા અને આવા બગડેલા પુલો જે ક્યારે તૂટે તેનો કોઈ સમય નક્કી નથી. રોડ, રસ્તા અને પુલ એ આમ આદમીને વિકાસની મંજિલ સુધી દોરી જનારા માધ્યમો છે. આપણા દેશમાં પહેલા કદીએ ન હતી તેટલી ગતિએ આજે રોડ અને પુલોનું નિર્માણ થઈ રહ્યું છે.

દેશમાં આજે વિશાળ પટમાં પથરાયેલી નદી પર પુલબંધાઈ રહ્યા છે.ઊંડી ખીણ પર સેતુ નિર્માણનું કાર્ય હાથ ધરાઈ રહ્યું છે અને મહાનગરોના બે પરાં વિસ્તારને પણ વિશાળ પુલોથી જોડાઈ રહ્યા છે.પરંતુ આબધું કેટલાં વર્ષ ચાલે છે.માત્ર મહિનાઓ ની અંદર જ આ બધું તૂટી જાય છે. સરકાર બોર્ડ તો મારે છે કે આટલા કરોડ ના ખર્ચે આ બન્યું પરંતુ તેઓ એનથી કહેતા કે આટલા વર્ષો સુધી કઈ પણ થયા વગર આ પુલ અથવાતો રસ્તો ઠીક રેહશે.

અહીં એક સર્વે માં આબધું જાણવા મળ્યું છે જે સર્વે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એટલે કે, સીઆરઆરઆઈ દ્વારા કરવામાં આવ્યો હતો.આ સર્વેના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે 2018માં દેશનાં 17 રાજ્યોના 425 પુલનું નિરીક્ષણ કરાયું હતું.જેમાંથી લગભગ 281 પુલોના સ્ટ્રક્ચરમાં ખામી જોવા મળી હતી.સૌથી વધુ ગુજરાતના આશરે 75% પુલ ખરાબ નીકળ્યા.

સમગ્ર દેશ માં સૌથી ખરાબ પુલ વાળા રાજ્ય માં ગુજરાત મોખરે છે.ત્યારે હવે આવાત કેટલી શરમજનક છે તે સાબિત કરવાની કોઈ જરૂર નથી.સરકાર ના આ અંકળાજ સાબિત કરે છે કે સરકારે આ કામ જેને સોંપ્યું તું તેણે આ કામ કેટલું સારું કર્યું છે.ગુજરાત માં એક બે નહીં પરંતુ 75%થી પણ વધારે પુલ જે માત્ર એક વર્ષ પહેલાંજ નિર્માણ થયેલા છે.

તે હવે એકજ વર્ષ ના અંતે ખખડી ગયાં છે.ગુજરાત ની જનતા મને માત્ર ચુનો લગાવાય છે સરકાર પુલની શરૂઆત માં બોર્ડ મારી દે છે કે આટલા કરોડ ના ખર્ચે પુલ બંધાયો પરંતુ આપુલ માત્ર એક જ વર્ષ ની અંદર ખખડી જાય છે.સીઆરઆરઆઈ અનુસાર સામાન્ય પુલનું આયુષ્ય 100 વર્ષ હોય છે.પરંતુ નવાઈની વાત એ છે કે, 281માંથી 253પુલ ફક્ત 5થી 7 વર્ષ જ જૂનાં છે. છતાં એ પુલો નજીકના ભવિષ્યમાં જ ધરાશયી થઈ જવાની તૈયારી છે.

ખરાબ મટીરિયલને કારણે અનેક પુલના નીચેના તળિયાનો ભાગ ખખડી ગયો છે.કોક્રીટ પણ ખરવા લાગ્યું છે.પુલમાં નીચે તરફ કાણાં પડી રહ્યાં છે.પુલની શરૂઆતમાં અને છેડા પર તિરાડો પડી રહી છે. થાંભલા પણ નક્કી માપદંડ કરતા નબળા થઈ ગયા છે.અનેક પુલોના સાંધા ખૂલવા લાગ્યા છે. 15 પુલ પર તો તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર બંધ કરવા સૂચન કરાયું છે.સરકાર નું આ કૌભાંડ હવે શાંતાઈ રહેવાની નથી આ આંકડા આખા દેશ સમક્ષ જાહેર કરાયા છે.ત્યારે ગુજરાત સૌથી પહેલા સ્થાને છે જે ઘણી શરમજનક વાત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top