ઈસ્લામિક નિયમોને નથી માનતો આ મુસ્લિમ દેશ, સ્વિમસૂટ મોડલનો ફેશન શો કરાવ્યો

saudi arabia

Saudi Arabia Fashion Show: સઉદી અરબ જેવા ઈસ્લામિક દેશમાં વેસ્ટર્ન કલ્ચર જોવા મળી રહ્યું છે. એક સમય હતો, જ્યારે મહિલાઓને શરીર ઢાંકવા માટે કપડા પહેરવા પડતા હતા. હવે ત્યાં પણ ફૈશન શો આયોજીત થઈ રહ્યા છે. હકીકતમાં જોઈએ તો, શુક્રવારે ઈસ્લામિક રાષ્ટ્રના વેસ્ટર્ન કોસ્ટ પર સેન્ટ રેઝિડ રેડ સી રિસોર્ટમાં ઈતિહાસમાં પહેલી વાર સ્વિમસૂટ ફૈશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂલ સાઈડમાં આયોજીત આ શોમાં મોડલ્સ જે કપડા પહેર્યા હતા, તે મોરક્કન ફૈશન ડિઝાઈનર યાસ્મીના કાનઝલ દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા હતા. તેમાં વન પીસવાળા લાલ, બેઝ અને વાદળી રંગના સૂટ હતા. મોટા ભાગના મોડલના ખભ્ભા ખુલ્લા હતા અને પેટના ભાગ પણ ઓપન હતા.

સઉદી અરબે પહેલા ફૈશન શો વિશે જણાવ્યું કે, તે મોરક્કોની ફેશન ડિઝાઈનર કાનઝલે કહ્યું કે, આ સાચું છે કે, સઉદી એક રુઢિવાદી દેશ છે, પણ આવા ફેશન શો આયોજીત કર્યા છે, જે અરબ દેશના પ્રતિનિધિત્વ કરે છે. આવી રીતે ફેશન શો આ દેશમાં પહેલી વાર આયોજીત થયા છે અને તેમાં સામેલ થવું અમારા માટે સન્માનની વાત છે. હકીકતમાં જોઈએ તો, આ ફેશન શો સેન્ટ રેઝિસ રેડ સી રિસોર્ટના ઉદ્ધાટનના ઉપલક્ષ્યના બીજા દિવસે રાખ્યું હતું. આપને જણાવી દઈએ કે, રેડ સી રિસોર્ટ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો ડ્રિમ પ્રોજેક્ટ છે. આ તેમના ગીગા પ્રોજેક્ટ સઉદી અરબ વિઝન 2030ના સામાજિક અને આર્થિક પ્રોગ્રામનો ભાગ છે.

2017માં પહેલી વાર ક્રાઉન પ્રિન્સ બન્યા બાદ સઉદીની કઠોર છબી સુધારવાનું કામ કર્યું. તેના માટે સામાજિક અને સાંસ્કૃતિક નિયમોમાં ખબ જ બદલાવ કર્યા. તેમણે ઈસ્લામના સૌથી શુદ્ધતમ રુપ વહાબીવાદમાં પણ બદલાવ કરવાની શરુઆત કરી. તેમણે ધાર્મિક પોલીસના નિયમને ખતમ કરી દીધો, જે મોટા ભાગે લોકોને પ્રાર્થના/નમાઝ પઢવા માટે મોલ અથવા સિનેમા હોલથી બહાર જવાનું પ્રેશર કરતા હતા. તેમણે દેશમાં સિનેમા હોલ અને મિક્સ જેન્ડર માટે મ્યૂઝિક ફેસ્ટનું આયોજન કરવાનું શરુ કર્યું.

Scroll to Top