આ મુસ્લિમ દેશ બદલવા જઇ રહ્યો છે દેશનો ધ્વજ અને રાષ્ટ્રગીત, જાણો કેમ?

સાઉદી અરેબિયા પોતાનો રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત બદલવા જઈ રહ્યું છે. રાજ્ય મીડિયા અહેવાલ આપે છે કે બિન-ચૂંટાયેલ સલાહકાર શુરા કાઉન્સિલે સોમવારે રાષ્ટ્રગીત, ધ્વજ અને પ્રતીકમાં નાના ફેરફારોની તરફેણમાં મતદાન કર્યું હતું. જો કે, કાઉન્સિલના નિર્ણયોનો હાલના કાયદાઓ અથવા માળખા પર કોઈ અસર નથી. પરંતુ, તેનો નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તેના સભ્યોની નિમણૂક સાઉદી અરેબિયાના રાજા દ્વારા કરવામાં આવે છે.

ઉલ્લંઘન કરવા પર કાર્યવાહી કરવામાં આવશે
અમારી પાર્ટનર વેબસાઈટ WION માં પ્રકાશિત સમાચાર અનુસાર, પ્રસ્તાવિત ફેરફારનો હેતુ રાષ્ટ્રધ્વજ, રાજ્ય ચિહ્ન અને રાષ્ટ્રગીતના મહત્વ વિશે જાગરૂકતા અને જ્ઞાનના સ્તરને વધારવાનો તેમજ તેમને વધુ સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ ઉપરાંત રાષ્ટ્રધ્વજ, રાજ્ય ચિહ્ન અને રાષ્ટ્રગીતને લગતા નિયમોના અપમાન અથવા ઉલ્લંઘન સામે પગલાં લેવાની પણ જોગવાઈ ફેરફારોમાં કરવામાં આવી છે.

સૂચિત ફેરફારો દેશના યુવા ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સાઉદના વિઝનને અનુરૂપ હોવાનું કહેવાય છે, જે સાઉદી રાષ્ટ્રીયતા અને રાષ્ટ્રીય ગૌરવ પર ભાર મૂકે છે. શૂરા કાઉન્સિલે આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે સાઉદીમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ધ્વજ ડસ્ટબીનમાં ફેંકી દીધો હતો.

સાઉદી અરેબિયા બદલાઈ રહ્યું છે
1973 થી, સાઉદી અરેબિયાનો રાષ્ટ્રીય ધ્વજ લીલો છે, તેના પર સફેદ તલવાર છે અને અરબીમાં લખેલું છે, ‘અલ્લાહ સિવાય કોઈ ભગવાન નથી; મુહમ્મદ અલ્લાહના મેસેન્જર છે. જણાવી દઈએ કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વમાં દેશમાં ઘણા ક્ષેત્રોમાં પરિવર્તન અને સુધારા કરવામાં આવી રહ્યા છે. સંયુક્ત આરબ અમીરાતના રસ્તે ચાલીને સાઉદી અરેબિયાએ મહિલાઓને અધિકાર આપવાનું શરૂ કર્યું છે. ગયા મહિને સાઉદી મહિલાઓએ સૌપ્રથમ વખત તેમના ઊંટ સાથે સૌંદર્ય સ્પર્ધા ‘શિપ્સ ઑફ ધ ડેઝર્ટ’માં ભાગ લીધો હતો.

Scroll to Top