આવી શકે છે ભયાનક સૌર તોફાન, તેની અસર ને કારણે ઠપ્પ થઈ શકે છે આખી દુનિયા ની ઇન્ટરનેટ સિસ્ટમ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અંગ્રેજી વેબસાઇટ ઇન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ ટૂંક સમયમાં જ તીવ્ર સૌર વાવાઝોડું આવવાની સંભાવના છે. આ ખતરનાક સૌર વાવાઝોડા ની અસર વિશ્વભરમાં તમામ ઇન્ટરનેટ સંદેશાવ્યવહાર ને થઈ શકે છે.

આ વાવાઝોડું એટલું ખતરનાક હશે કે વિશ્વનું ઇન્ટરનેટ અઠવાડિયા અથવા મહિનાઓ સુધી બંધ રહી શકે છે. એટલું જ નહીં, તે વિશ્વના કામને સંપૂર્ણપણે અટકાવી શકે છે. માહિતી માટે, આ સૌર વાવાઝોડાને વૈજ્ઞાનિક રીતે ‘કોરોનલ માસ ઇજેક્શન (સીએમઇ) કહેવામાં આવે છે અને આ પ્રકારનું સૌર વાવાઝોડું સમગ્ર સૌરમંડળ માટે જોખમી હોઈ શકે છે. જણાવી દઈએ કે જો સોલર સ્ટોર્મ આવશે તો તેની ઇન્ટરનેટ સેક્ટર પર ખૂબ જ ખરાબ અસર પડશે.

યુનાઇટેડ સ્ટેટ્સની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ઇરવિને આવા તોફાનો સૂચવવા માટે એક સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધન મંગળવારે ઓનલાઇન પ્રકાશિત થયું છે. સંશોધકના જણાવ્યા અનુસાર સૌર વાવાઝોડું સૌ પ્રથમ 1859 અને 1921માં ભયંકર સ્વરૂપમાં પૃથ્વી પર ત્રાટક્યું હતું અને હવે 100 વર્ષ બાદ તે પૃથ્વી પર ફરી તેના ભયંકર અને ખતરનાક સ્વરૂપમાં ત્રાટકશે. 1921માં આ સૌર વાવાઝોડાએ પૃથ્વી પર ભારે તબાહી મચાવી હતી.

વૈજ્ઞાનિકો વાવાઝોડાને કેસિંગ્ટન અસર કહી રહ્યા છે. ટેક રડારના રિપોર્ટ મુજબ સૌર તોફાનથી વિશ્વના કોઈ પણ ખંડને બચાવી શકાશે નહીં. આસિસ્ટન્ટ પ્રોફેસર સંગીતા અબ્દુ જ્યોતિએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાભરનું ઇન્ટરનેટ સમુદ્રની નીચેથી કેબલ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે અને તે ખૂબ નબળું છે.

જો સૌર વાવાઝોડું આવે તો તે ઇન્ટરનેટ કેબલને નુકસાન પહોંચાડી શકે છે અને વિશ્વભરમાં ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ મોટા સૌર વાવાઝોડાનો સામનો કરી શકશે નહીં. આ વાવાઝોડું મનુષ્ય માટે ખતરો નહીં હોય, પરંતુ મનુષ્ય એક મહિના અથવા તેથી વધુ સમય સુધી ઓનલાઇન આવી શકશે નહીં તેવી આશંકા કરવામાં આવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો