Rajkot

સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર અવિ બારોટનું હાર્ટએટેકના કારણે નિધન

સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર અવિ બારોટનું ગઇકાલના હાર્ટ એટેકના કારણે અવસાન થયું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. અવિ બારોટના અવસાન સમાચાર આવતા જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ક્રિકેટર અવિ બારોટની ઉંમર માત્ર 29 વર્ષની જ હતી. અવિ બારોટની વાત કરવામાં આવે તો તે સારો બેટ્સમેન અને વિકેટકીપર હતો.

જ્યારે ગુજરાત સામેની રણજી ટ્રોફીમાં તેણે 45 બોલમાં 72 રન પણ ફટકાર્યા હતા. આ વર્ષે અવિ બારોટે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 53 બોલમાં 122 રન પણ ફટકાર્યા હતા. અવિ બારોટના અવસાનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનને શોક જાહેર કર્યો છે. SCA ના ચેરમેન જયદેવ શાહે અવિ બારોટને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

અમદાવાદના મૂળ વતની અવિ બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતા હતા. તેના અવસાન અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેની સાથે ભૂતપૂર્વ ભારતીય અંડર-19 કેપ્ટન અવિ બારોટ પણ સૌરાષ્ટ્રની વિજેતા ટીમના એક ભાગ હતા. જેમાં 2019-20માં રણજી ટ્રોફીનું ટાઈટલ જીત્યું હતું. આ અગાઉ અવિ બારોટ આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

જ્યારે અવિ બારોટ રાઈટ હેન્ડ વિકેટકીપર બેટ્સમેન હતા. આ સિવાય તે ઓફ બ્રેક બોલિંગ પર કરી લેતા હતા. અવિ બારોટે પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ A મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ પણ રમી હતી. આ સિવાય પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 1547 રન બનાવ્યા હતા, જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને ટી-20 માં 717 રન પણ બનાવ્યા હતા.

આ સિવાય સૌરાષ્ટ્ર દ્વારા 2019-20 સીઝનમાં બંગાળને હરાવીને રણજી ટ્રોફીનું ટાઈટલ જીતવામાં આવ્યું , ત્યારે અવિ બારોટ તેમાં સામેલ હતા. સૌરાષ્ટ્ર માટે અવિ બારોટે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી-20 મેચનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker