18 દિવસની માસુમ ‘અપરાજિતા’એ બે લોકોને આંખોની રોશની આપી, બની સૌથી નાની ઉમરની આઈ ડોનર

કલ્પના કરો કે જો તમારી પાસે આંખો ન હોય તો શું તમે વિશ્વની સુંદરતા જોઈ શકો છો. આવી સ્થિતિમાં, તમે સમજી શકો છો કે જીવવા માટે આંખો હોવી કેટલું જરૂરી છે. જે વ્યક્તિ તેની આંખો ગુમાવે છે તે કલ્પના કરવાનું પણ છોડી દે છે કે, તે ફરી દુનિયાને જોઈ શકશે. પરંતુ એક માતાપિતાએ તેમની 18 દિવસની છોકરીના મૃત્યુ બાદ તેની આંખોનું દાન કર્યું જેથી નેત્રહીન લોકો પણ દુનિયા જોઈ શકે.

18 જુલાઈ 2021 ના રોજ જન્મેલી અપરાજિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પુત્રીના મૃત્યુ બાદ તરત જ, માતાપિતાએ તેની આંખોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. આ રીતે મૃત્યુ પછી પણ અપરાજિતા આ દુનિયાને જોતી રહેશે.

મધ્યપ્રદેશના શહડોલના રહેવાસી ધીરજ ગુપ્તા અને તેની પત્ની રાજ શ્રી ઝારખંડમાં રહે છે. લગ્નના 3 વર્ષ બાદ રાજશ્રીએ એક પુત્રીને જન્મ આપ્યો, જેનું નામ તેમને ‘અપરાજિતા’ રાખ્યું હતું. જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, બાળકીના શરીરમાં ફૂડ પાઇપ વિકસિત થઈ નહોતી તેનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને બચાવી શકાઈ નહોતી.

ઝારખંડ રાજ્યના પિસ્કા મોર સ્થિત હરિ ગોવિંદ નર્સિંગ હોસ્પિટલમાં 18 જુલાઈના રોજ બાળકીનો જન્મ થયો હતો અને 20 જુલાઈ સુધી તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પરંતુ 4 ઓગસ્ટના રોજ જ માસૂમ પુત્રીનું મોત નીપજ્યું હતું. અપરાજિતા તેના માતાપિતાનું પ્રથમ સંતાન હતું.

અપરાજિતાના માતાપિતાએ જણાવ્યું છે કે, પુત્રીના જન્મ બાદ માત્ર તેની સુંદર આંખો જ દેખાતી હતી. એટલા માટે તેમને દાન આપવાનું નક્કી થયું. આવી સ્થિતિમાં, કશ્યપ આઈ હોસ્પિટલથી સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હોસ્પિટલથી ટીમ પહોંચી બાળકીનું કોર્નિયા રિટ્રીવ કર્યો અને તેની આંખોને બેંકમાં સુરક્ષિત રાખવામાં આવી હતી.

ખાસ વાત એ છે કે, બીજા દિવસે જ, બાળકીના બે લોકોમાં કોર્નિયાનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. કોર્નિયા રિટ્રીવ કરનારી ડોક્ટર ભારતીય કશ્યપે જણાવ્યું હતું કે, અપરાજિતા માત્ર ઝારખંડમાં જ નહીં પરંતુ દેશમાં સૌથી નાની ટોપ-૫ ડોનર બની ગઈ છે.

અપરાજીતાના માતાપિતાનું કહેવું છે કે, “અમારી દીકરી તો હવે આ દુનિયામાં નથી પરંતુ હવે તે બંને મારી પુત્રીની આંખો દ્વારા દુનિયા જોઈ રહી છે અને તેથી તેની આંખો આજે પણ જીવંત છે. તમને જણાવી દઈએ કે, આંખ દાન જેવા આ મહાન કાર્ય માટે અપરાજીતાના માતાપિતાને ઝારખંડના રાજ્યપાલ દ્વારા સન્માનિત કરવામાં આવશે.

Scroll to Top