સાવધાન, જો તમે પણ આ રીતે કૉન્ડમ નો યુઝ કરો છો તો નહીં મળે સુરક્ષા જાણો..

1. કોન્ડમની જાણકારી

કોન્ડમનો ઉપયોગ ખાસ કરીને પ્રેગનેન્સી રોકવા માટે થાય છે અને બીજી ગંભીર બીમારીઓ બચાવે છે. પ્રેગનેન્સી અને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસિસ (STD) ને રોકવામાં કોન્ડમને યોગ્ય ગણવામાં આવે છે.

પ્રેગનેન્સી અને અન્ય બીમારીઓને રોકવામાં કોન્ડમનો 98 ટકા સફળ માનવામાં આવે છે. પરંતુ આ માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી હોય છે.

2. સાવધાની રાખો,બીમારીઓથી બચો

કોન્ડમનો ઉપયોગ ખાસ કરીને સેક્સ કરતી વખતે થાય છે. સ્ત્રી અને પુરુષ બન્ને કોન્ડોમ બાળક ન જોઈતું હોય તે માટે પ્રેગનેન્સીને રોકવામાં અને STD ને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

જ્યારે આપણે સેક્સ કરતા હોય છે ત્યારે શરીરમાંથી નીકળતા પ્રવાહી અને લોહીના કારણે ચેપ લાગવાની સંભાવના રહેતી હોય છે જેનાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે માટે કોન્ડમના ઉપયોગથી અટકાવી શકાય છે. આ માટે તમારે નીચેની બાબતોને ધ્યાનમાં રાખવાની જરુર છે.

3. કુદરતી કોન્ડમનો ઉપયોગ ન કરવો

હાલમાં બજારમાં કોન્ડમ ઘણા પ્રકારના મળે છે અને અલગ અલગ ફ્લેવરના મળે છે જેનાથી મહિલાઓ સેક્સનો આંનદ માની શકે છે.

નેચરલ કોન્ડમની બનાવવાની રીત લેટેક્સ કોન્ડમ કરતા ઘણી અલગ હોય છે જેના ઉપયોગ કરવાથી તે પ્રેગનેન્સી અને STD રોકવામાં સંપૂર્ણ રીતે રોકી શકતા નથી. જો તમને લેટેક્સ કોન્ડમની એલર્જી હોય તો તમે નેચરલ કોન્ડમના ઉપયોગ ન કરીને પોલીયુરેથન કોન્ડમનો ઉપયોગ કરી શકો છો.

4. લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ

દરેક વ્યક્તિએ એક્સ્ટ્રા લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી.વજાઈના કુદરતી રીતે લ્યુબ્રિકન્ટ પ્રોડ્યુસ કરવાની શક્તિ ધરાવે છે, પરંતુ તે દરેક સ્ત્રીમાં એક સમાન હોતું નથી. ઘણીવાર કુદરતી લ્યબ્રિકન્ટ પૂરતું હોતું નથી.

જેના કારણે લ્યુબ્રિકન્ટ કોન્ડમનો ઉપયોગ કરવામાં આવે છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે લ્યુબ્રિકન્ટને ક્યારેય કોન્ડમની ઉપર ઉપયોગ ન કરવું જોઈએ જેથી કોન્ડમ સરકી જવાનો કે ફાટી જવાનો ભય રહે છે.

5. એક્સપાયડ કોન્ડોમનો ઉપયોગ ન કરવો જોઈએ

ઘણીવાર લોકો કોન્ડમ લેવા જાય છે તો એક્સપાયડ તારીખ જોતાં નથી અને તે કોન્ડમનો ઉપયોગ યોગ્ય નથી.વધુ ઉતાવળમાં મોટા ભાગના લોકો કોન્ડમની એક્સપાયર્ડ તારીખ વાંચતા નથી. જેના લીધે ઈન્ફેક્શન લાગવાનો અને કૉન્ડમ ફાટી જવાનો ખતરો વધી જાય છે. દરેક વસ્તુની સમય મર્યાદા નિશ્ચિત કરેલી હોય છે માટે કૉન્ડમનો ઉપયોગ કરતા પહેલા તેની એક્સપાયર્ડ ડેટ ચોક્કસ રીતે વાંચી લેવી જોઈએ.

6. કોન્ડમને યોગ્ય રીતે સાચવો.

કોન્ડમનો ઉપયોગના કરવાનો હોય તો કોન્ડમ સાચવી રાખો, પરંતુ વોલેટમાં કે પર્સમાં લાંબા સમયથી પડેલા કોન્ડમનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

આવા કોન્ડમની એક્સપાયર્ડ ડેટ પૂર્ણ ના થઈ હોય પણ તેના પર દબાણ આવવાથી સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી તે નબળા પડી જાય છે અને ફાટી જવાની સંભાવના રહે છે. માટે આવા કૉન્ડમ ઉપયોગ કરવો જોઈએ નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top