Food & RecipesLife Style

સેવ ટામેટાનું શાક

સામગ્રી :
ટામેટા – ૨ કપ
જાડી સેવ – ૧ કપ
બારીક સમારેલ લસણ ૧ ચમચી
લાલ મરચું પાવડર – ૧ ચમચી
હળદર – ૧ ચમચી
ધાણા જીરું – ૧ ચમચી
ખાંડ – ૧ ચમચી અથવા સ્વાદ અનુસાર
તેલ – ૧ ચમચી
રાઈ – ૧ ચમચી
જીરું – ૧ ચમચી
હિંગ – ૧/૪ ચમચી
કોથમીર – ૨ ચમચી
મીઠું – સ્વાદ અનુસાર

રીત :
સેવ ટામેટાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ ટામેટા ધોઈને મીડીયમ સાઈઝમાં  સમારી લો. લસણ છોલી બારીક કાપી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને રાઈ જીરું નાખી સાતડો. હવે હિંગ અને સમારેલું લસણ નાખી એક મિનીટ માટે વઘારો. હવે ટામેટા નાખી મસાલા કરી લો. લાલ મરચું , હળદર, ધાણા જીરું અને મીઠું નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી હલાવો. ત્યારબાદ એક નાની ચમચી ખાંડ નાખી મિક્સ કરી લો. હવે જ્યારે સબ્જી પીરસવાની હોય તેની પહેલા સેવ નાખી બરાબર મિક્સ કરી તેના ઉપર કોથમીરથી ગાર્નીશ કરી તેને ગરમાગરમ સર્વ કરો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker