વાયરલ વીડિયોમાં જોવ મળ્યો રિયલ લાઈફ હીરો, કૂતરાને બચાવવા પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી

કેટલાક લોકો દિલના એટલા સારા હોય છે કે તેઓ નિર્દોષ પ્રાણીઓનો જીવ બચાવવા માટે પોતાના જીવની પણ પરવાહ કરતા નથી. આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને તમારા ચહેરા પર પણ ખુશી તરવરશે અને વીડિયો તમારા હૃદયને સ્પર્શી જશે. વીડિયોમાં એક વ્યક્તિ પોતાના જીવની પરવા કર્યા વિના રખડતા કૂતરાનો જીવ બચાવતો જોવા મળી રહ્યો છે.

https://twitter.com/LovePower_page/status/1516107658922639361?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1516107658922639361%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fsaved-the-dogs-life-by-playing-on-his-life-watching-the-video-people-said-be-brave-brother-2907376

પોતાનો જીવ જોખમમાં મૂકીને કૂતરાનો જીવ બચાવ્યો

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ અવાજ વિનાના કૂતરાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યો છે. વીડિયો જોઈને લોકો દાંત નીચે આંગળી દબાવી રહ્યા છે. કૂતરાને બચાવવા માટે આ વ્યક્તિએ એક અનોખો જુગાડ પણ કર્યો છે, જે દર્શકોના રૂંવાડા ઉભા કરી દે છે. તમે જોઈ શકો છો કે તે માણસ જેસીબીના કેચર પર બેસીને ઝડપથી વહેતી ગટરમાંથી કૂતરાના જીવ બચાવતો જોવા મળે છે.

ખરેખરમાં વ્યક્તિએ જોયું કે એક કૂતરો પાણીના જોરદાર પ્રવાહ સાથે મોટી ગટરમાં ફસાઈ ગયો છે. આ પછી તે જેસીબીના કેચર પર બેસીને કૂતરાને બચાવવા પહોંચી જાય છે. તમે જોઈ શકો છો કે ગટરનો પ્રવાહ ખૂબ જ ઝડપી છે. કૂતરો ઝડપથી દોડી રહ્યો છે અને વ્યક્તિ તરફ આવી રહ્યો છે. આ દરમિયાન પોતાનો જીવ હથેળી પર રાખીને ખૂબ કાળજીથી તે કૂતરાને પકડી લે છે. પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે જો કોઈ વ્યક્તિ નાનકડી ભૂલ કરે તો તેનો જીવ પણ જોખમમાં આવી શકે છે.

બાદમાં આ વ્યક્તિ તે કૂતરાને પકડીને ગટરમાંથી બહાર લાવે છે. આ વીડિયો ટ્વિટર પર ગુડન્યૂઝ મૂવમેન્ટ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને અત્યાર સુધીમાં 1.2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. મોટા ભાગના યૂઝર્સ વીડિયો જોઈને દંગ રહી ગયા છે અને વ્યક્તિની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે. લોકો તેને રિયલ લાઈફ હીરો કહી રહ્યા છે.

Scroll to Top