Article

સાક્ષાત માં લક્ષ્મીનું રૂપ હોય છે આ મહિનામાં જન્મેલી દીકરીઓ જે ઘરમાં જાય ત્યાં થાય છે ધનની વર્ષા…

વડીલોને ઘણીવાર કહેતા સાંભળ્યા હશે કે, જે નસીબદાર હોય તે બાપના ઘરે જ દીકરી જન્મે. દીકરી એટલે એક બાપ માટે વ્હાલનો દરિયો. દીકરીને મોટી થતી જોવી અને તેને હસતી-રમતી જોવી તે પણ લ્હાવો કહેવાય. પરંતુ દીકરી તો આખરે સાસરીએ જ શોભે. દીકરીના લગ્ન થાય ત્યારે ઘરમાં સૌથી વધારે કોઈ દુઃખી હોય તો તેના પિતા હોય છે. કન્યા વિદાય વખતે પણ ગમે તેવા કઠણ કાળજાનો બાપ કેમ ન હોય પરંતુ આખરે દીકરી પારકી થઈ ગઈ તેવા વિચારથી ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે.

દીકરી એટલે પ્રેમનો સાગર, એ સૌને વ્હાલી લાગતી હોય છે. ઈશ્વરે દીકરીઓમાં જન્મથી જ મમતા તો છલોછલ ભરીને આપી હોય છે. તેના ઉછેરમાં તમે ધ્યાન આપો કે ન આપો પણ તેની અંદર જે વાત્સલ્ય છે તે  તમને હંમેશા જોવા મળશે.

જો ઘરમાં મોટી પુત્રી હોય તો તે આપમેળે જ મમ્મી-પપ્પાની અડધી જવાબદારી આપમેળે જ ઉઠાવી લે છે. નાના ભાઈ બહેનો માટે તો એ એક માતા જેવી બની જાય છે.  જે ઘરમાં બહેન હોય ત્યાના ભાઈઓમાં સંસ્કાર સીંચવાનુ કામ દીકરી જ કરે છે.

ઘરની દીકરી જેટલા ત્યાગ આપે છે એટલુ કોઈ નથી આપતુ. પછી એ ત્યાગ પોતાના ભાઈ-બહેન માટે હોય કે પોતાના માતા-પિતા માટે હોય.  આટલુ હોવા છતા એક દિવસ પરિવાર તુ હવે મોટી થઈ ગઈ છે તારા લગ્ન થઈ જવા જોઈએ. આવા શબ્દો બોલીને ઘરના આ ખૂબ મહત્વના સદસ્યને એક અજાણ્યા વ્યક્તિના હાથમાં સોંપી દે છે અને દીકરી પણ ચાલી નીકળે છે એક ઘરને સ્નેહ.. પ્રેમ અને સંસ્કારોથી સીંચીને બીજા ઘરમાં પ્રેમ અને સેવાનુ અજવાળુ પાથરવા.

પ્રતિકારાત્મક તસવીર

દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમાતો રમે. મોટી થતા તે માં ને ઘર ના કામોમા પણ મદદ કરે છે. બાળપણથી જ તેનામાં મમતા, પ્રેમ સહજ રીતે જોવા મળે છે. તે પોતાના નાના ભાઈ ને ખૂબ વહાલ કરે છે તેની કાળજી રાખે છે. દીકરી મોટી થતા શાળાએ જાય. ત્યાં તે ભણે, અન્ય પ્રવૃત્તિઓ માં પણ ભાગ લે. સંગીત, નૃત્ય વિશે તેને ખુબ રસ હોય છે.માબા તેની ઈચ્છા પૂરી કરે છે. અને મોટી થઈ દીકરીઓ માબા ની કાળજી લે છે.

પ્રતિકારાત્મક તસવીર

એક સમય હતો જ્યારે દીકરી જન્મ થતા જ તેને દૂધ પીતી કરવામાં આવતી.તેને ઘરની બહાર જવાની પરવાનગી પણ નહોંતી. તેને ભણાવવા આવતી નહોતી. તેને નાની ઉંમરે જ  પરણાવી દેવાતી હતી. આજના સમયમાં લોકો સમજદાર થયા છે. આજે દીકરીઓ પણ  ભણીગણીને તૈયાર થયીને ઉંચી નોકરીઓ કરે છે. સંસ્કારી દીકરી સૌને પ્રેમ થી સાથે રાખી આગળ વધે.

પ્રતિકારાત્મક તસવીર

એટલે કહેવાય છે કે દીકરી ઘરની દિવડી જ્યાં હોય ત્યાં હાસ્ય, ઉલ્લાસ અને ઉત્સાહનો ઉજાશ પાથરી દે છે.દીકરી તમારી એવી પુંજી છે જેને તમે ભલે પારકી થાપણ માનતા  હોય પણ તે ક્યારેય પોતાના મા-બાપનો પ્રેમ અને તેમના પ્રત્યેનુ પોતાનુ કર્તવ્ય ભૂલતી નથી.

તેની અંદર એટલી આત્મીયતા અને એટલુ સાહસ છે કે તે પરણ્યા પછી પણ જો ગરજ પડે તો સાસરિ સાથે માતા પિતાને પણ સાચવી શકે છે.  દીકરી જન્મે છે ને ઘરના આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે. આપણી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી.

પ્રતિકારાત્મક તસવીર

દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, કુવારી હોય કે પરણેલી હોય પણ મા બાપ માટે દીકરી સદાય દીકરી જ રહે છે. બાળપણમાં દીકરી ભલે તોફાન મસ્તી કરતી હોય પણ જ્યારે યુવાન બને છે ત્યારે ગંભીરતા ધારણ કરી લેતી હોય છે. લગ્ન પછી જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સાસરીયાઓ એમ પુછે છે કે વહુ કરિયાવરમાં શું-શું લાવી છે? પરંતું એ નથી સમજતા કે વહુ વહાલના દરીયા જેવા મા બાપ, ઘર, પરિવાર, ગામ આ બધુ જ છોડીને તમારા હ્ર્દયને જીતી લેવા માટે આવી છે.

પ્રતિકારાત્મક તસવીર

જ્યારે આ વાતનો સમાજ સ્વીકાર કરે છે  ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જાય છે. નવી વહુનું સાસરીયામાં આવવું એ નવા બાળકનો જન્મ થયા બરાબર છે. સાસરિયાઓ વહુ આવતા જ પોતાના ઘરની બધી જવાબદારીઓનો ભાર એ પણ નિયમ સાથે નવી વહુ પર લાદી દે છે પણ તેને પણ સમય તો લાગે ને એક નવા અને અજાણ્યા ઘરમાં અને સૌથી વધુ અજાણ્યા લોકોમાં એડજસ્ટ થવામાં. છતાય દિકરીની કોશિશ કરે છે સાસરિયામાં સૌનુ દિલ જીતવાનુ કોશિશ કરે છે નવા ઘરમાં પોતાનુ સ્થાન બનાવવાનુ અને કોશિશ કરે છે નવા ઘરના લોકો પણ તેને દિકરી સમજીને અપનાવે અને તેના પર પ્રેમના અમી છાંટણા કરે.

જ્યા સુધી દીકરી પિયરમાં હોય ત્યા સુધી કોઈ ચિંતા નહી પણ જ્યારે સાસરિયામાં આવે એટલે તે ગમે તેટલી હોશિયાર હોય તો પણ તેને નવેસરથી બધુ શીખવુ પડે છે. નવી રીત ભાત અપનાવવી પડે છે.. નહી તો તારા પિયર જેવુ અહી નહી ચાલે, અમારે ત્યા આવુ કોઈ નથી ખાતુ, જેવા વાગ્બાણ સંભળાવનારા પણ હોય છે.

દીકરી પિતા માટે એક ધબકાર હોય છે. જીવનમાં કદી ન રડનાર પુરુષ પણ એક બાપ તરીકે જ્યારે પોતાની દીકરીને વિદાય આપે છે ત્યારે ચોધાર આસુંએ રડે છે. તેથી ઈશ્વર કરે કે ક્યારેય દીકરી પિતાથી એટલી દૂર ન જતી રહે કે પિતાના અંતિમ સમયમાં તેઓ તેને નજર ભરીને જોઈ પણ ન શકે કે એક ચમચી પાણી પણ ન પીવડાવી શકે.

પ્રતિકારાત્મક તસવીર

જ્યારે કોઈના ઘરમાં દીકરી નો જન્મ થાંઈ છે ત્યારે એવું કહેવામા આવે છે કે લક્ષ્મી નો જન્મ થયો આવું એટલા માટે કહેવામા આવે છે કે દીકરી ને મહા લક્ષ્મી નું રૂપ માનવમાં આવે છે. દીકરી ના જન્મ પછી ઘણા લોકો ના ઘરમાં સુખ શાંતિ અને સમવૃદ્ધિ આવે છે.

માટે દીકરી ને લક્ષ્મી કહેવાય છે.ક્યારેક આવું પણ બને છે કે જે મહિનામાં છોકરીનો જન્મ થાય તે મહિનો તેના ઘરવાળા લોકો માટે ખુબજ સારો હોય છે. અમુક મહિના ને સારા માનવામાં આવે છે. અને જો આ મહિનામાં દીકરીનો જન્મ થાય તો તે દીકરી ભાગ્યશાળી હોય છે. અને આવી દીકરી ને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ મહિના માં જન્મ લેનાર દીકરી પોતાના ઘર અને સસરા ના ઘર માટે ભાગ્યશાળી હોય છે. તો ચાલો આપણે તે મહિના ક્યાં છે તેના વિષે જાણીએ.

ફેબ્રુઆરી મહિનો

પ્રતિકારાત્મક તસવીર

ફેબ્રુઆરી મહિનામાં જન્મ લેનાર દીકરી શાંત સ્વભાવની હોય છે. અને ખૂબ બુદ્ધિશાળી હોય છે. આવી દીકરી ને સાસરું પણ ખૂબ સારું મળે છે. અને તે તેના પરિવાર માટે પણ ભાગ્યશાળી હોય છે.

એપ્રિલ મહિનો

પ્રતિકારાત્મક તસવીર

એપ્રિલ મહિનામાં જન્મ લેનાર દીકરી ને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એપ્રિલ માહિનામાં જન્મ લેનાર દીકરી ની ગ્રહ ચાલ ઝડપી હોય છે, જે તેને સફળતા આપે છે. અને તેના જીવન માં ક્યારેય ગરીબી આવતી નથી.તેના લગ્ન જેની સાથે થાય તેનું પણ ભાગ્ય ચમકી જાય છે.

જૂન મહિનો

પ્રતિકારાત્મક તસવીર

જૂન મહિનામાં જન્મ લેનાર દીકરી નસીબવાળી હોય છે. તેને સાક્ષાત માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરે છે અને તે સુખી થાય છે.

સપ્ટેમ્બર મહિનો

પ્રતિકારાત્મક તસવીર

સપ્ટેમ્બર મહિનામાં જન્મ થયો હોય તે દીકરીની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર ત્રણેય ગ્રહોનું મિલન થાય છે, તેથી આ મહિનામાં જન્મ લેવા વાળી દીકરીઓ ધનવાન હોય છે. તેને જે માગે તે મળે છે. અને તેના લગ્ન અમીર ઘરમાં થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker