દિવાળી પહેલા SBIએ આપી મોટી ભેટ, હવે ખાતાધારકોને થશે મોટો ફાયદો

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દરો વધાર્યા છે. હવે SBIમાં ડિપોઝીટ સ્વરૂપે પૈસા રાખવા પર વધુ વ્યાજ મળશે. FD પર વધેલા વ્યાજ દરો 22 ઓક્ટોબર 2022થી લાગુ થશે. બેંકના આ પગલાથી આવા વધુ ગ્રાહકોને ફાયદો થશે, જેઓ ફિક્સ ડિપોઝીટના રૂપમાં થાપણો પર આધાર રાખે છે. તાજેતરમાં બેંકે તેની લોન મોંઘી કરી દીધી હતી. હવે તેણે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દર વધારીને ગ્રાહકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.

સ્ટેટ બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં મહત્તમ 80 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દરો 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝીટ પર લાગુ થશે. SBIએ ટૂંકા ગાળાની થાપણોના વ્યાજ દરમાં 211 દિવસથી એક વર્ષ સુધીનો આ વધારો કર્યો છે. અત્યાર સુધી ગ્રાહકોને FD પર 4.70 ટકાના દરે વ્યાજ મળતું હતું. જે હવે વધીને 5.50 ટકા થશે. આ સિવાય બેંકે અન્ય ટર્મ એફડી પર ઉપલબ્ધ વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે. 180 થી 210 દિવસના સમયગાળામાં પાકતી FDના વ્યાજ દરોમાં 60 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.

બે વર્ષથી ત્રણ વર્ષથી ઓછા સમયગાળા માટે સમાન વધારો કરવામાં આવ્યો છે. આ સમયગાળા માટે વ્યાજ દર 5.65 ટકાથી વધારીને 6.25 ટકા કરવામાં આવ્યો છે. 46 દિવસથી 179 દિવસની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે અને હવે તે 4.50 ટકા છે.

એકથી બે વર્ષથી ઓછા સમયગાળાની FD માટે વર્તમાન વ્યાજ દર 5.60 ટકાથી વધારીને 6.10 ટકા કરવામાં આવ્યું છે. SBIએ સાત દિવસથી 45 દિવસની મુદતવાળી FD પર વ્યાજ દર ત્રણ ટકા રાખ્યો છે. તેમાં કોઈ ફેરફાર થયો નથી કર્યો. તાજેતરમાં SBIએ તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ (MCLR)માં વધારો કર્યો છે. જેના કારણે તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે અને લોકોની EMI પણ વધી ગઈ છે. ફુગાવાને કાબૂમાં રાખવા માટે રિઝર્વ બેન્કે આ વર્ષના મે મહિનાથી અત્યાર સુધીમાં ચાર વખત રેપો રેટ વધાર્યો છે. આ કારણે બેંકના વ્યાજ દરમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

Scroll to Top