SBI આ લોન ના વ્યાજ પર આપી રહી છે ભારે ડિસ્કાઉન્ટ, જલ્દી કરો આ તારીખ સુધી છે ઓફર

કોવિડ મહામારી દરમિયાન, ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે અથવા તેમનો વ્યવસાય અટકી ગયો છે. આવી સ્થિતિમાં દેશની સૌથી મોટી સરકારી બેંક SBI તમારા માટે ઓછા વ્યાજ પર SBI Gold Loan યોજના લાવી છે. Gold loan કટોકટી ભંડોળ એકત્ર કરવાનો સૌથી સરળ અને સલામત રસ્તો છે. SBI સાથે તે સરળ છે કારણ કે તમારી લોન YONO SBI દ્વારા મંજૂર કરવામાં આવશે.

શું કરવું પડશે

ઘરે બેઠા જ YONO SBI પાસે લોન માટે અરજી કરો. 8.25 ટકાના દરે મળશે Gold Loan. 30 સપ્ટેમ્બર સુધી તેના પર 0.75 ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. ઓછું કાગળ કામ. ઓછી પ્રક્રિયા સમય અને શાખા ના ચક્કર (મુલાકાત) ઓછી થશે.

કેવી રીતે અરજી કરવી

YONO એકાઉન્ટમાં Login કરો, Home page પર તમારે ઉપર જમણી બાજુએ આપેલ 3 લાઇન પર ક્લિક કરવું પડશે. હવે Loan પર ક્લિક કરો. પછી અરજી કરો. કેટલીક વિગતો પૂછવામાં આવશે, તે પણ ભરી દો. આ પછી, શાખાએ તમારા દાગીના લઈને જવા પડશે, દસ્તાવેજ પર સહી કર્યા પછી, તમને Gold Loan મળી જશે.

કોને મળી શકે છે Loan

18 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેમની પાસે આવકનો સ્ત્રોત છે. આ સિવાય પેન્શનરો Gold Loan લઇ શકે છે.

કયા દસ્તાવેજોની જરૂર પડશે

  • ફોટોની બે નકલો
  • KYC દસ્તાવેજ
  • સરનામાંનો પુરાવો

કેટલી Loan મળશે

  • 20 હજાર રૂપિયાથી 50 લાખ રૂપિયા સુધી.
  • લોન 3 વર્ષ માટે મળશે.
  • Loan પહેલા Repay કરી દેશે તો કોઈ ચાર્જ પણ લાગશે નહીં. Bank એ તેને માફ કરી દીધો છે.
Scroll to Top