દેશમાં કોરોના વાઇરસના એક્ટિવ કેસનો આંકડો 33 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19) ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. ત્યારે આ કોરોના મહામારીના દિવસે ને દિવસે વધતા જતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને લોકડાઉન પર વિચાર કરવા સ્પષ્ટ જણાવી દીધું છે. સર્વોચ્ચ અદાલતે સરકારોને સામૂહિક સમારોહ અને સુપર સ્પ્રેડર કાર્યક્રમો ઉપર પ્રતિબંધ લગાવવા પણ વિનંતી કરી છે.
કોર્ટે ગરીબો પર લોકડાઉનનાં દુષ્પ્રભાવો પર ચિંતા વ્યક્ત કરતાં એમ પણ કહ્યું છે કે, સરકાર જો લોકડાઉન કરે તો વંચિતો માટે પહેલાથી જ વિશેષ જરૂરી સુવિધાઓ લોકોને ઉપલબ્ધ કરી આપે.
દેશમાં ચાલી રહેલા ભયંકર મહામારી વચ્ચે ઓક્સિજનની અછત પણ મોટી સમસ્યા બનીને દેશ સામે આવી રહી છે, જે પણ એક મોટો ચિંતાનો વિષય છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહયું છે કે, તે ઓક્સિજન ઉપલબ્ધતા, કોરોના રસીઓની ઉપલબ્ધતા અને ભાવ પ્રણાલી, જરૂરી દવાઓ વાજબી ભાવે પ્રદાન કરવા માટે તેના સૂચનો અને પ્રોટોકોલનું પાલન કરવા જણાવ્યું છે. આ બધા મુદ્દાઓ પર આગામી સુનાવણીમાં જવાબ પણ દાખલ કરવામાં આવે.
SC directs Central Govt shall revisit its initiatives & protocols, including on availability of oxygen, availability & pricing of vaccines, availability of essential drugs at affordable prices & respond on all other issues highlighted in this order before next date of hearing.
— ANI (@ANI) May 2, 2021
કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કરે કામ
કોર્ટે જણાવ્યું છે કે, કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળીને તેની સામે લડવાની યોજના બનાવી જોઈએ જેથી ભવિષ્યમાં તેની સામે લડીને રક્ષણ મેળવી શકાય અને આ કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવી શકાય.
જ્યાં સુધી કોઈ નક્કર નીતિ ના બની જાય ત્યાં સુધી કોઈ પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ અને જરૂરી દવા આપવાની ના પાડવી જોઈએ. જો કોઈની પાસે ઓળખકાર્ડ ન હોય તો પણ તેમને દવા આપવાની ના પાડવી જોઈએ.
ઓક્સિજનની જરૂરિયાત 3 મેની રાત સુધીમાં બરોબર કરી લો
જયારે, દિલ્હીની હોસ્પિટલોમાં ઑક્સિજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં જણાવ્યું છે કે, દિલ્હીમાં ઑક્સિજનની જરૂરિયાત 3 મેની રાત સુધીમાં અથવા તેના પહેલા બરોબર કરી લેવામાં આવે. કેન્દ્ર સરકાર ઓક્સિજનના સપ્લાયની વ્યવસ્થા રાજ્યો સાથે વિચાર-વિમર્શ દ્વારા તૈયાર કરે. અને આ સાથે ઇમર્જન્સી માટે ઓક્સિજનનો સ્ટૉક અને અને ઇમર્જન્સી માટે ઓક્સિજનની તપાસ કરવાની જગ્યા ડિસેંટ્રલાઈઝ કરે.
સોશ્યલ મીડિયા પર મદદ માંગનારા લોકોને ના કરો ઉત્પીડન (હેરાન)
ન્યાયમૂર્તિ ડિવાઇ ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ એલ નાગેશ્વરા રાવ અને ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભટની ત્રણ સભ્યોની પીઠે કેન્દ્ર અને રાજ્યોને આ આદેશ આપ્યા છે કે સોશિયલ મીડિયા પર માહિતી રોકવા અથવા કોઈપણ મંચ પર મદદ માંગનાર લોકોને હેરાન કરવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવે.
સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ પર રવિવારે અપલોડ કરવામાં આવેલ ચૂકાદા મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકાર બધા મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશક અને પોલીસ કમિશનરોને સૂચિત કરે કે, સોશિયલ મીડિયા પર કોઈપણ માહિતીને રોકવા અથવા કોઈપણ મંચ પર મદદની માંગ કરી રહેલ લોકોને હેરાન કરવા પર કોર્ટ તેના અધિકારક્ષેત્ર દ્વારા દંડનીય કાર્યવાહી કરશે.
નોંધનીય છે કે, કોરોના વાયરસ, ચૂંટણીઓ અને અન્ય જાહેર કાર્યક્રમો તેમજ સાવચેતી રાખવામાં બેદરકારીના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. અને COVID-19 ના પ્રોટોકોલ્સનું પાલન ન કરવું અને ઢીલું રસીકરણ અભિયાન મુખ્યત્વે જવાબદાર છે. લોકોને જણાવવું પણ ખૂબ મહત્વનું છે કે, રસી લીધી હોવા છતાં તેઓએ કોરોના નિવારણથી સંબંધિત નિયમોનું કડક પાલન કરવું જોઈએ.