દુનિયામાં કેટલીકવાર કેટલીક વિચિત્ર ઘટનાઓ બને છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર બધાને ચોંકાવી દે છે. આવો જ એક વીડિયો આ દિવસોમાં ઈન્ટરનેટ પર બધાને ચોંકાવી રહ્યો છે. વીડિયોમાં પાર્કિંગમાં પાર્ક કરેલું એક સ્કૂટર પોતાની જાતે જ ફરતું જોવા મળે છે, જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ પણ નહીં થાય. હવે યુઝર્સ આ વીડિયો પર વિચિત્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઈન્ટરનેટ પર વાઈરલ થયેલા આ વીડિયોમાં એક સ્કૂટર પહેલા પાર્કિંગમાં ઊભું જોવા મળે છે. જો કે, બીજી જ ક્ષણે સ્કૂટર આપોઆપ પાછળની તરફ જવા લાગે છે. આ દરમિયાન સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્કૂટર પોતાની મેળે એક રાઉન્ડ કરે છે અને વાહન પાસે ઉભુ રહેવા માટે પાછુ આવે છે. આ વીડિયો જોઈને દરેક લોકો વિચારી રહ્યા છે કે આવું કઈ રીતે થઈ શકે.
View this post on Instagram
આ વીડિયોને ‘discovery.engenharia’ નામથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો લખાયો છે ત્યાં સુધી 45 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ સિવાય હજારો લોકોએ આ વીડિયો જોયો છે. યુઝર્સ આ વીડિયોને જોયા પછી આશ્ચર્યથી ભરેલી કેટલીક વિચિત્ર અને ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.