Viral

વેઈટ લિફ્ટીંગ કરી રહી છે આ નાનકડી દિકરીઃ જૂઓ વિડીયો…

જાપાનમાં ચાલી રહેલી ઓલમ્પિકમાં ભારતને અત્યારસુધી માત્ર એક સિલ્વર મેડલ મળ્યું છે અને તે પણ સાઈખોમ મીરાબાઈ ચાનૂએ વેઈટ લિફ્ટીંગ કરીને આ પદક અપાવ્યું છે. દુનિયાભરમાં મીરાબાઈ ચાનૂના નામનો ડંકો વાગ્યો છે. જેવી જ તે પોતાના વતન પરત આવી તો તેનું જોરદાર સ્વાગત પણ કરાયું.

હવે દેશભરમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામના મોઢે મીરાબી ચાનૂનું નામ ગુંજી રહ્યું છે. આ જ કારણે એક જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.

નાનકડી ક્યુટ દિકરીનો એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં જોઈ શકાય છે કે, આ દિકરી ટીવીમાં મીરાબાઈ ચાનૂને જોઈને વેઈટ લિફ્ટીંગ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ટીવી પર ઓલમ્પિકમાં મીરાબાઈ ચાનૂ દ્વારા સિલ્વર મેડલ માટે કરાયેલો એટેમ્પ્ટ બતાવવામાં આવી રહ્યો છે. આટલું જ નહી પરંતુ બાળકીએ ચાનૂની રીતસરની નકલ પણ કરી.

સતીશ શિવલિંગમ નામના વેઈટ લિફ્ટરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોને શેર કરતા તમણે લખ્યું કે, આ છે દેશની જૂનિયર મીરાબાઈ ચાનૂ. આને કહેવાય ઈન્સ્પીરેશન… આ વિડીયોને અત્યારસુધીમાં કુલ 6 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે. આશરે 50,000 લોકોએ આ વિડીયોને લાઈક કર્યો છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker