મોઢે બોલું મા ને મને સાચેય નાનપણ સાંભળે;
પછી મોટપની બધી મજા, કડવી લાગે ‘કાગડા’!
કવિ દુલા ભાયા કાગ ‘ભગતબાપુ’ નો આ દુહો તો આજે ગુજરાતના ઘર-ઘરમાં પ્રચલિત થઈ ચૂક્યો છે. માતાનું જીવનમાં કેવું સ્થાન હોય? નો ડાઉટ, સર્વશ્રેષ્ઠ! માના પ્રેમથી મોટું આ દુનિયામાં બીજું છે પણ શું? દુનિયાની કોઈ પણ ચીજ માની મમતા પાસે ટૂંકી જ પડવાની છે. એક જનની પોતાના બાળક માટે થઈને જે કરી શકે એ કોઈ અન્યથી ના થાય.
બસ, આ જ ટોપિક પર અહીં કેટલીક તસ્વીરો અમે દેખાડવાના છીએ. દસેક તસ્વીરો છે. ભારતમાંથી જ નહી, દુનિયાના અલગ-અલગ ભાગોમાંથી પણ ફોટો લીધા છે. જોઈને તમે જ કહી દેશો કે, ખરેખર એક મા પોતાના પેટના જણ્યાં સારું થઈને કેટલી હદ સુધી જઈ શકે છે! જુઓ ત્યારે..
(1) માથોડું પાણી છે. એક મહિલા પોતાના નાનકડાં સંતાનને સૂંડલામાં લઈને પાણી પાર કરાવી રહી છે. ગંગાના નીર તો વધે ખટે રે લોલ! સરખો માનો પ્રેમનો પ્રવાહ…!
(2) લાગે છે ભારતના પૂર્વોત્તર રાજ્યોની આ તસ્વીર હશે. પીઠ પાછળ પોતાના લાડકવાયાને બાંધીને એક મહિલા ગોઠણસમાણા જળમાંથી મોલાત ઉપાડી રહી છે. જાણે ઝાંસીની રાણી!
(3) માથે છત્રાકાર હેટ પહેરેલી એક ખુશનુમા મિજાજ ધારણ કરેલી માતા છે. સાઇકલ પર બેઠી છે. સંતાનને આગળ બેસાડ્યું છે.
(4) પ્લાસ્ટીકના ટબલરમાં છોકરાને બેસાડીને આ સ્ત્રી કેડ સમાણા નીરમાં જઈ રહી છે. કોઈ યોધ્ધા જેવી ભળાય છે!
(5) હબસી જાતિની દીસતી આ શ્યામરંગી મહિલા કામમાં વ્યસ્ત છે અને દૂધમલીયું પાછળ નીંદરમાં મસ્ત છે!
(6) વરસાદ થઈ રહ્યો છે. નાનકડી એક સ્ત્રી છે. બાળકને નિશાળે જવાનું છે. એને થોડું ભીંજાવા દેવાય..? મા પલળે છે ને બાળક છત્રીની મધ્યે હૂંફાળું છે. આપણી મમ્મી પણ આપણને આમ જ સ્કૂલે મૂકવા આવતી…નહી?!
(7) સુતી છે આ બાઈ કોઈ ફૂટપાથ પર. થાકી હશે દિવસ આખો કોઈને કોઈના કવેણ સાંભળીને, કોઈના ઘૂંસતા ખાઈને બિચારી! બાળકને તો છાતી સરસું જ છાંપ્યું છે હો! એ પણ મીઠી નીંદર લઈ રહ્યું છે. માની હૂંફ છે ને!
(8) હથોડી લઈને મા કંઈક કામમાં વ્યસ્ત છે. સતત પ્રહાર ચાલી રહ્યા છે. કામમાં ધ્યાન છે પણ દિલ તો બાળકમાં જ હોવાનું! ને બાળક તો વળગેલું છે પીઠ પાછળ. વિસ્ફારીત નયનોથી જોઈ રહ્યું છે દુનિયાદારીની દમામદારી.
(9) હવે આ એક કાર્ટૂન છે. અમુકવાર દોરેલા ચિત્રો પણ વાસ્વિકતાની પૂર્ણ પરખ કરાવતાં હોય છે. એક મા વીસ ભુજાળી હોય એમ એકહારે અનેક કામ કરી રહી છે. છોકરાં સાચવવા, ચૂલે કરવું, કપડાં ધોવા, ખોદકામ કરવું અને અધૂરામાં પુરું ઘરનું માણસ માંદું છે એની સારવાર કરવી…! આજે સ્ત્રીઓ આ બધું જ કરે પણ છે ને? દોરનારને સાધુવાદ!
(10) એક દેહાતી સ્ત્રી બેઠી છે. ખોળામાં નાનકડું ફૂલ છે. ગરીબી સાફ દેખાઈ રહી છે. પણ સ્ત્રી તો મસ્ત છે પોતાના બાગની માવજતમાં! બંનેના ચહેરા પર ખુશી છે.
આનંદ આવ્યો વાંચીને અને જોઈને? તો વ્હાલા મિત્રો આ પોસ્ટની લીંક એકાદ મિત્રને શેર પણ કરી દેજો! સૌ વાંચશે તો માનું મહત્ત્વ જાણશે.