ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ‘કેપ્ટન 7’ નામ થી એક એની મેટેડ સિરીઝ નું નિર્માણ કરવાના છે. સિરીઝ ના નિર્માતાઓએ એક નિવેદન માં જણાવ્યું છે કે, આ જાસૂસી સિરીઝ ની પ્રથમ સીઝન ધોની પર જ આધારિત છે. સિરીઝની પ્રથમ સીઝન નું નિર્માણ ચાલી રહ્યું છે.
‘કેપ્ટન 7’ માં સાત નંબર ધોની ની જર્સી નો નંબર છે, જેને પહેરી તેમને ઘણી આંતરાષ્ટ્રીય મેચ રમી છે. મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પત્ની સાક્ષી સિંહ ધોની ના પ્રોડક્શન હાઉસ ધોની એન્ટર મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને બ્લેક વ્હાઇટ ઓરેન્જ બ્રાન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડ સંયુક્તપણે આ સિરીઝનું નિર્માણ કરી રહયા છે.
આ સિરીઝ ને દેશની પ્રથમ ‘એની મેટેડ જાસૂસી ‘ શો બતાવવામાં આવી રહ્યો છે અને તેની પ્રથમ સીઝન 2022 માં રિલીઝ થશે. મહેન્દ્ર સિંહ ધોની આંતરાષ્ટીય ક્રિકેટથી નિવૃત્તિ લઇ ચુક્યા છે.
સાક્ષી સિંહ ધોનીએ જણાવ્યું છે કે, ‘કેપ્ટન 7’ રોમાંચથી ભરપૂર હશે. બી ડબલ્યુઓના સીઈઓ અને સંસ્થાકપક ભાવિક વોરાએ જણાવ્યું છે કે, કેપ્ટન 7 થી નિર્માણ ના એક નવા ક્ષેત્રમાં પગલું ભરીને ટિમ ખૂબ જ ખુશ છે. તેમને જણાવ્યું છે કે, “રમત અમારા દિલના નજીક છે અને અમે બધા ધોનીના મોટા ચાહક છીએ અહીં ‘કેપ્ટન 7’ ના આઘારે સટીક ફોર્મ્યુલા છે.