સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીની પત્ની પર સર્વન્ટે આચર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક તસવીર

સુરત શહેરના મજુરાગેટ પાસેની નવી સિવિલ હોસ્પિટલથી દુષ્કર્મની ઘટના સામે આવી હતી. તેમાં દાખલ દર્દીની પત્નીનો મોબાઇલ ફોન ચોરી લેવામાં આવ્યો હતો. જ્યારે આ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવનાર સર્વેન્ટ યુવાને દર્દીની પત્નીને નવો મોબાઇલ ફોન અને રોકડ આપવાની લાલચ આપીને વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. આ સિવાય શુક્વારના રાતે વોર્ડના દાદરમાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધીને સર્વન્ટ ભાગી નીકળ્યો હતો. સર્વન્ટ દ્વારા આચરેલા દુષ્કર્મ અંગેની ફરીયાદ કરવા માટે હોસ્પિટલની પોલીસ ચોકીમાં તે ચાલી ગઈ હતી. તેમ છતાં હજી સુધી ફરીયાદ નોંધવામાં આવી નથી.

નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસોથી દર્દીઓના મોબાઇલ ફોન અને રોકડ સહિત ચીજવસ્તુઓ ચોરાય જવાની બાબતો સામે આવતી રહે છે. પરંતુ દરરોજ મોબાઇલ ફોન પકડમાં આવતા નથી. આ દરમિયાન આજે આશ્ચર્યચકિત કરનાર વિગત સામે આવી છે. જેમાં નવી સિવિલ હોસ્પિટલના જે વોર્ડમાં સારવાર લઇ રહેલા એચઆઇવી ગ્રસ્ત દર્દીની 25 વર્ષીય પત્નીનો મોબાઇલ ફોન ચોરી લેવામાં આવ્યો હતો.

ત્યાર બાદ હોસ્પિટલના વોર્ડમાં સર્વન્ટ તરીકે ફરજ બજાવનાર રાહુલ નામના યુવાને દર્દીની પત્નીને મળીને તેના મોબાઇલ ફોન અને રોકડ રકમ આપવાની લાલચ આપીને વિશ્વાસ મેળવ્યો હતો. ત્યાર બાદ વાતચીત કરીને ગત શુક્રવારની રાત્રે 11 વાગ્યાના વોર્ડના દાદરમાં અંધારામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સર્વન્ટ મોબાઇલ ફોન કે રોકડ આપ્યા વગર જ ભાગી નીકળ્યો હતો.

સર્વન્ટ દ્વારા દર્દીની પત્ની સાથે દુષ્કર્મ બાંધતા પોલીસ ફરીયાદ દાખલ કરવા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યાર બાદ હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી પોલીસ સ્ટેશન જવા સુચન કરવામાં આવ્યું હતુ. આમ, સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવનાર સર્વન્ટ દર્દીની પત્ની સાથે કરેલા કરતુતના કારણે ભારે હોબાળો થયો હતો. હોસ્પિટલમાં રાત્રીના સમયે બનેલા આ બનાવ અંગે હોસ્પિટલના સિક્યુરીટી વોચમેનની કામગીરી સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેમ છતાં આ મુદ્દે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી નથી. ત્યાર બાદ સત્તાધીશો સામે આ મામલે ફરિયાદ કરતા હવે આ મામલે તપાસ બાદ તે સત્તાધીશો દ્વારા મહિલા સાથે રાખીને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Scroll to Top