શહેનાઝની સાથે એક સ્તંભની જેમ ઉભી છે સિદ્ધાર્થની માતા, નથી ઈચ્છતી કે સિદ્ધાર્થની યાદોમાં ડિપ્રેશન માં આવી જાય

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

બિગ બોસ સીઝન 13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાના અવસાનને આજે 13 દિવસ થઈ ગયા છે. સિદ્ધાર્થ શુક્લના અચાનક અવસાનથી બધાને આઘાત લાગ્યો છે. જ્યાં એક તરફ એકમાત્ર પુત્રના જવાથી પરિવાર શોકમાં છે. ત્યાં બીજી તરફ સિદ્ધાર્થની ગર્લફ્રેન્ડ શહેનાઝ પણ આ સમયે ખરાબ રીતે તૂટી ગઈ છે. શહેનાઝ સિદ્ધાર્થને પોતાનો પરિવાર માને છે. આ રીતે સિદ્ધાર્થના ચાલ્યા જવાથી તેને ભારે આઘાત લાગ્યો છે.

શહેનાઝના પડખે સિદ્ધાર્થ શુક્લાની માતા, આ રીતે શહેનાઝને ડીપ્રેશનથી દુર રહેવાની આપી સલાહ: સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર દરમિયાન, શહેનાઝ ધ્રુસ્કે-ધ્રુસ્કેને રડતા પણ જોવા મળી હતી. તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે, સિદ્ધાર્થના આ રીતે ચાલ્યા જવાથી ગમમાં ડૂબેલી અભિનેત્રી અત્યારે ઘણું ઓછુ ખાઈ રહી છે. એટલું જ નહીં, તે સુઈ પણ શકતી નથી. આવી સ્થિતિમાં સિદ્ધાર્થની માતા પોતાનું ગમ ભૂલીને શહેનાઝનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે.

જ્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, શહેનાઝની હાલત જોઈને સિદ્ધાર્થની માતાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. એક રિપોર્ટ અનુસાર, સિદ્ધાર્થની માતા નથી ઈચ્છતી કે શહેનાઝ માત્ર સિદ્ધાર્થ વિશે વિચારે અને વાત કરે અને પોતે ડિપ્રેશનમાં ચાલી જાય. આવી સ્થિતિમાં તેમણે અભિનેત્રીને ફરી કામ પર પાછા ફરવાની સલાહ આપી છે.

રિપોર્ટ અનુસાર, તેને એક ગુપ્ત સોર્સે જણાવ્યું છે કે, શહેનાઝ આઘાતની સ્થિતિમાં છે અને સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે પરંતુ સિદ્ધાર્થની માતા રીટા આન્ટી તેમની સાથે એક સ્તંભની જેમ ઉભેલી છે. તે પોતે મજબૂત રહી છે અને શહેનાઝને શોક મનાવવા અને આગળ વધવામાં મદદ કરી રહી છે.

સિદ્ધાર્થની માતાને પણ લાગે છે કે શહેનાઝ માટે આ નુકસાનથી બહાર આવવાનો શ્રેષ્ઠ રસ્તો પોતાની જાતને વ્યસ્ત રાખવાનો છે અને તેથી તે તેને જલ્દી કામ પર પાછા ફરવાની, મિત્રોને મળવાની અને સામાન્ય જીવન જીવવાની સલાહ આપી રહી છે. શહેનાઝ અને સિદ્ધાર્થના પરિવારને થયેલી ખોટની સરખામણી થઈ શકતી નથી, પરંતુ એ જાણીને આનંદ થાય છે કે રીટા આંટી શહેનાઝની સાથે દરેક પળ છે.

સૂત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રીટા આંટી ઈચ્છતા નથી કે, શહેનાઝ માત્ર સિદ્ધાર્થ વિશે જ વિચારે અને વાત કરે અને પોતે ડિપ્રેશનમાં ચાલી જાય. તેના માટે જરૂરી છે કે, તે પોતાની જાતને વ્યસ્ત રાખે અને તેના મનને માત્ર સિદ્ધાર્થ સિવાય અન્ય કોઈ બાબતમાં વ્યસ્ત રાખે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો