શહનાઝ ગિલના ભાઈ શાહબાઝે સિદ્ધાર્થ શુક્લાના ચહેરાનું ટેટૂ બનાવરાવ્યું, પોસ્ટ જોઈને ચાહકો થયા ભાવુક

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે દિવંગત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની યાદોને જીવંત રાખવાનો બીજો રસ્તો શોધી કાઢ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેણે સિદ્ધાર્થના ચહેરાનું  હાથ પર ટેટુ કરાવ્યું છે. આ સાથે તેણે તેની બહેન શહનાઝનું નામ પણ લખ્યું છે. શાહબાઝની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લોકો ફરી એક વખત અભિનેતાને યાદ કરીને ભાવુક થઈ ગયા.

ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કરતા શાહબાઝે લખ્યું – આ યાદો હંમેશા અમારી સાથે રહેશે, તમે હંમેશા મારી સાથે મારી યાદોમાં જીવંત રહેશો. શાહબાઝ પહેલા તેના પિતા સંતોખ સિંહ ગિલે પોતાની પુત્રીને સિદ્ધાર્થ શુક્લના દુ: ખમાંથી બહાર લાવવા માટે શહનાઝના નામનું ટેટુ બનાવડાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Manjeet Singh (@manjeettattooz)

ચાહકો શાહબાઝની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું – બાઝ આઈ લવ યુ ભાઈ… હા તે હંમેશા આપણા દિલમાં છે… હંમેશા રહેશે. અન્ય એક પ્રશંસકે લખ્યું – આનાથી હું ખૂબ ભાવુક થઈ ગયો. હું તને પ્રેમ કરું છું સિદ્ધાર્થ અમે તને હંમેશા પ્રેમ કરીશું.

અભિનેતાના મૃત્યુ પછી, તેનો પરિવાર, ચાહકો અને મિત્રો શોકમાં ડૂબી ગયા હતા. જોકે, તેની બેસ્ટ ફ્રેન્ડ શહનાઝ હજુ પણ તેના મૃત્યુને કારણે આઘાતમાં છે. શહનાઝની જેમ તેનો ભાઈ શાહબાઝ પણ સિદ્ધાર્થની ખૂબ નજીક હતો. બંને પરિવારમાં સારી બોન્ડિંગ હતી. જેની પ્રથમ ઝલક બિગ બોસ 13 ના ઘરની અંદર પણ જોવા મળી હતી. શાહબાઝ ઇન્સ્ટાગ્રામ પર તેની યાદોને શેર કરીને તેના મિત્રને સતત યાદ કરી રહ્યો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો