નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત કપૂર સુંદરતા અને સ્ટાઈલના મામલે કોઈથી ઓછી નથી. તેણીની સુંદરતા અને મોહક શૈલી ચાહકોના દિલ જીતી લે છે. મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને આ જ કારણ છે કે મીરાની ફેન ફોલોઈંગ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓથી ઓછી નથી. મીરાની દરેક તસવીર ઈન્ટરનેટ પર શેર થતા જ વાયરલ થઈ જાય છે. મીરા રાજપૂતની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. પરંતુ આ વખતે મીરા નહીં પરંતુ તેની બહેન નૂર વાધવાનીનો ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
જણાવી દઈએ કે મીરા રાજપૂત ત્રણ બહેનોમાં બીજા નંબરે છે. મીરાની મોટી બહેનનું નામ પ્રિયા રાજપૂત છે, જ્યારે નાનીનું નામ નૂર રાજપૂત વાધવાણી છે. નૂર વાધવાનીનો ફોટો જોયા બાદ લોકો તેની સુંદર બહેન મીરા સાથે તેની સરખામણી કરવા લાગ્યા છે. નૂરના જે ફોટો સામે આવ્યા છે તેમાં તે કાળા રંગના લોંગ બ્લેઝર, ટી-શર્ટ અને સ્કર્ટમાં જોઈ શકાય છે. આ તસવીરમાં નૂર ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરમાં તેની સ્ટાઈલ પણ જોવા મળી રહી છે. તેણે જે રીતે સ્ટાઈલ કરી છે તે જોઈને લોકો કહી રહ્યા છે કે મીરાની બહેન પણ તેના જેવી જ સ્ટાઈલિશ છે.
View this post on Instagram
મીરા રાજપૂતની બહેન નૂર વાધવાની એથ્લેટ ફ્રિકની સહ-સ્થાપક, ડિઝાઇનર અને સીઇઓ છે. તેઓ પરિણીત છે અને બાળકો પણ છે. નૂર વાધવાનીનો ફોટો જોયા બાદ એક યુઝરે લખ્યું, “આપણા કબીર સિંહ કેટલા નસીબદાર છે”. તો જ્યારે અન્ય એક લખે છે, “મીરાની બહેન તેના કરતા પણ સુંદર અને સ્ટાઇલિશ છે”.