શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCB ટીમ દ્વારા કરવામાં આવી ધરપકડ, રેવ પાર્ટીમાં સામેલ હતો

ડ્રગ્સ પાર્ટીએ બોલીવુડથી જુદો નાતો રહેલો છે. કેમકે અવારનવાર બોલીવુડમાંથી ડ્રગ્સ પકડાયું હોવાનું ઘટના સામે આવતી રહે છે. જ્યારે આ ડ્રગ્સ પકડવામાં અનેક મોટા-મોટા નામો પણ આવ્યા છે. બોલીવુડમાં જ્યારથી ડ્રગ્સની એન્ટ્રી થઈ છે ત્યારથી એનસીબીની ટીમ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આજના સમાચાર પણ ડ્રગ્સને લઈને સામે આવ્યા છે.

ડ્રગ્સ પાર્ટી કેસમાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્રનું નામ સામે આવ્યું છે. જ્યારે એનસીબીની ટીમ દ્વારા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ પણ કરી લીધી છે. એનસીબીની ટીમ દ્વારા આર્યનની ક્રૂઝમાં હાજરીને લઈને લાંબી પૂછપરછ કરવામાં આવી હતી ત્યાર બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

તેની સાથે દેશમાં ચકચાર મચાવનાર આ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના પ્રમુખ એસ એન પ્રધાન દ્વારા કહેવામાં આવ્યું છે કે, અમને આ પાર્ટી અંગે પંદર દિવસ અગાઉથી જાણકારી મળી ગઈ હતી. અમે સતત તેના આયોજનની વિગતો એકઠી કરી રહ્યા હતા. જ્યારે અમારા તરફથી પાર્ટીને સંપૂર્ણ ખાતરી કરવામાં આવી હતી કે પાર્ટી કયા અને કઈ જગ્યાએ રમાવવાની છે ત્યાર બાદ અમારા તરફથી ત્યાં રેડ પાડવામાં આવી હતી.

તેની સાથે અમારા 22 અધિકારીઓ મુસાફર બનીને ક્રુઝ પર પહોંચી ગયા હતા. રેડ અંગેની જાણકારી શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને શિપિંગ મિનિસ્ટ્રીને સોંપવામાં આવશે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમની સામે પૂરાવા મળી આવ્યા છે. જ્યારે પાર્ટીમાં લોકોની પૂછપરછ કરાશે. તે લોકો પણ બચી શકશે નહીં.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાત કલાક સુધી ચાલેલા દરોડામાં એનસીબીદ્વારા કોકીન, હશીશ, મેફેડ્રીન સહિતના ચાર પ્રકારના ડ્રગ્સ મળ્યા છે. એનસીબીની પૂછપરછમાં હજુ મોટા ખુલાસા સામે આવી શકે છે. મુંબઈ અને ગોવા વચ્ચેની આ ક્રુઝનુ ઓપિનિંગ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતુ અને તે વખતે યોજાયેલી પાર્ટીમાં પણ બોલીવૂડના મોટા સ્ટાર હાજર રહ્યા હતા.

જ્યારે જે જહાજ પર દરોડો પાડવામાં આવ્યો તેમાં બોલીવૂડ, ફેશન અને બિઝનેસ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો હાજર રહેલા હતા. સૂત્રો અનુસાર, શનિવારના રોજ આ જહાજ રવાના થયું હતુ. પ્રથમ દિવસે અમેરિકાના ખ્યાતનામ ડીજેનુ આ પાર્ટીમાં પરફોર્મન્સ યોજાવવાનું હતું. આઈવરી કોસ્ટના એક ડીજે તેમજ મોરક્કોથી કલાકારને પણ બોલાવવામાં આવ્યા હતા. જ્યારે જાણકારી સામે આવી હતી કે, 600 લોકો આ હાઈપ્રોફાઈલ પાર્ટીમાં સામેલ રહ્યા હતા. પાર્ટી માટે 2 લાખ રુપિયા સુધી ટિકિટ રખાઈ હતી. તેમાં તમામ પ્રકારના ડ્રગ્સની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

એનસીબીના સુત્રોના મુજબ, ક્રુઝ પર પાર્ટી માટે સંતાડીને ડ્રગ્સ લવાયું હતું. કોઈએ પેન્ટની સિલાઈમાં તો કોઈએ શર્ટના કોલરમાં તો મહિલાઓએ પર્સના હેન્ડલમાં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું હતુ. કેટલાક લોકોના અન્ડરવેરમાંથી પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. એનસીબી હેડક્વાર્ટર દ્વારા સમગ્ર કેસ પર નજર રખાઈ રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીની એક કંપની Namascray Experience દ્વારા આ પાર્ટીનું આયોજન કરાયું હતું અને એક મુસાફરની ટિકિટની કિંમત 80,000 રૂપિયા રાખવામાં આવી હતી.

Scroll to Top