લારી પર શાકભાજી વેચતા આ યુવકે આવક વધારવા શરૂ કરી હોમ ડિલિવરી: આજે છે 2.5 કરોડનું ટર્નઓવર

45 વર્ષીય ઉમેશ ખેડૂત પરિવારનો પુત્ર છે. નાનપણ થી જ તે ખેતી વિષયક જ્ઞાન ધરાવતો હતો. વર્ષ 1999માં એન્જિનિયરિંગ કર્યા પછી પણ તેને નોકરી ન મળી. થોડા સમય બાદ ઘણી મુશ્કેલીથી તેને એક કંપનીમાં સેલ્સમેનની નોકરી મળી. અહીં તેને મહિને 3500 રૂપિયાનો પગાર મળતો હતો. જેના કારણે પરિવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બન્યો હતો.

ઉમેશ કહે છે કે નોકરી કરતી વખતે મેં જોયું કે કેવી રીતે વચેટિયા ખેડૂતોના ઉત્પાદનોના ભાવ પોતાની મરજીથી વધારી દે છે. જે ખેડૂત પાક ઉગાડે છે તે તેની કિંમત જાતે નક્કી કરી શકતો નથી. ખેતરમાંથી ઉત્પાદનને મંડીઓ સુધી પહોંચાડવામાં તેણે ભારે કિંમત ચૂકવવી પડે છે. આ કારણોસર ખેડૂતને ખેતીમાં નફો મળતો નથી. ઉમેશને લાગ્યું કે આ બદલવાની જરૂર છે.

ત્યારબાદ ઉમેશે ભાંડુપની એક સોસાયટીની બહાર પોતાની ગાડી ઊભી કરી અને શાકભાજી વેચવાનું શરૂ કર્યું. તેઓ કહે છે કે હું રોજ રાત્રે ખેતરમાંથી તાજા શાકભાજી ઉપાડતો અને સવારે તેને સારી રીતે સાફ કરીને શહેરમાં તેને વેચવા માટે નીકળી જતો.

જ્યારે ગ્રાહકો ફોન પર શાકભાજીની માંગ કરવા લાગ્યા ત્યારે તેમને લાગ્યું કે મારે હવે હોમ ડિલિવરી પર ધ્યાન આપવું જોઈએ. અહીંથી જ તેમનું સ્ટાર્ટઅપ શરૂ થયું અને પોતાની કંપની રજીસ્ટર કરી. આ પછી તેણે મદદ માટે કેટલાક લોકોને રાખ્યા અને ઘરે ઘરે શાકભાજી પહોંચાડવાનું શરૂ કર્યું. આ રીતે ધીમે ધીમે ગ્રાહકો વધતા ગયા. ત્યાર પછી ઉમેશે તેની સાથે અન્ય ખેડૂતોને ઉમેરવાનું શરૂ કર્યું.

વર્ષ 2020 માં, તેણે ekrushak.com નામની પોતાની વેબસાઇટ પણ શરૂ કરી. હાલમાં ઉમેશની ટીમમાં 30 લોકો કામ કરે છે.જેઓ તેમને ખેતીથી લઈને માર્કેટિંગ સુધી મદદ કરે છે.આ સાથે તેણે 100 થી વધુ ખેડૂતોને પોતાની સાથે જોડ્યા છે જેઓ તેને પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે.જેના કારણે આ ખેડૂતો સારી કમાણી પણ કરી રહ્યા છે.

Scroll to Top