શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી આ લોકોને રહેવું પડશે સાવધાન, શરુ થશે સાડાસાતીનો પ્રથમ તબક્કો

જ્યોતિષ શાસ્ત્રમાં શનિને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. શનિના ખરાબ પ્રભાવોને લીધે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. શનિની સાડાસાતીનો પ્રકોપ ખૂબ જ ભયંકર માનવામાં આવે છે. શનિ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધે છે અને એક રાશિથી 12 મી રાશિમાં જવા માટે 30 વર્ષનો સમય લે છે. શનિ થોડા મહિના બાદ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ મીન રાશી પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરુ થઈ જશે. શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી મીન રાશિના જાતકોને ઘણું સાવધાન રહેવું પડશે.

આ સમયે શનિદેવ મકર રાશિમાં વિરાજમાન છે. શનિદેવ 29 મી એપ્રિલ, 2022 ના રોજ મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરુ થઈ જશે.

આ સમયે, આ રાશિના જાતકો પર છે શનિની સાડાસાતી

આ સમયે ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. તેની સાથે જ આ સમયે મિથુન અને તુલા રાશિ પર શનિ છાયા છે.

ધનરાશિને મળશે શનિની સાડાસાતીથી છુટકારો

29 મી એપ્રિલ, 2021 ના રોજ શનિ રાશિમાં પ્રવેશ કરવાથી ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીથી મુક્તિ મળી જશે, પરંતુ શનિ ૨૦૨૨ માં એક વખત ફરીથી ચાલ ચાલીને મકર રાશિમાં પ્રવેશ કરશે. શનિનું મકર રાશિનાં માર્ગથી જવાનું હોવાથી ધન રાશિ પર ફરીથી શનિની સાડાસાતી શરુ થઈ જશે. ધન રાશિના જાતકોને પૂર્ણરૂપથી ૨૦૨૩ માં શનિની સાડાસાતીથી મુક્તિ મળશે.

Scroll to Top